- સચિન તેંડુલકર પ્લેનમાં ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા
- પ્લેનમાં ચાહકોએ સચિનના નામના નારા લગાવ્યા હતા
- સચિને ઉભા થઈને હાથ જોડી ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું
સચિન તેંડુલકર એક મહાન ખેલાડી છે. નિવૃત્તિના 10 વર્ષ પછી પણ તેના ચાહકોમાં કોઈ ઘટાડો થયો નથી. તે જ્યાં પણ જાય છે, ચાહકો તેમના નામના નારા લાગવા લાગે છે. આવું જ કંઈક ફરી એકવાર જોવા મળ્યું છે.સચિન તેંડુલકર પ્લેનમાં ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા અને ચાહકોએ તેમના નામના નારા લગાવ્યા હતા. તેમની સાથે પ્રવાસ કરી રહેલા ચાહકોએ આ પળોને યાદગાર બનાવી અને વીડિયોમાં રેકોર્ડ પણ કરી. સચિન આગળની સીટ પર હતા. તેમની પત્ની અજલી પણ સાથે હતા.
પ્લેનમાં લાગ્યા સચિન-સચિનના નારા
તેંડુલકરને પ્લેનમાં જોઈને ચાહકોએ ફરી એ જ જૂના સૂત્રોચ્ચાર શરૂ કર્યા. ‘સચિન-સચિન’ના નારાથી હજારો ફૂટ ઉપર આકાશ ગૂંજી ઉઠ્યું હતું. તેમના ચાહકોને આ રીતે ઉત્સાહિત જોઈને તેંડુલકરે પણ પોતાની જવાબદારી નિભાવી અને ઉભા થઈ ગયા બધાનું અભિવાદન ઝીલ્યું હતું.
સચિને ફેન્સનું અભિવાદન સ્વિકાર્યું
તેંડુલકરે ઉભા થઈને હાથ જોડી ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું. તેંડુલકરે ચાહકોનો આભાર માન્યો હતો. પોતાના હીરોની આ નમ્રતા જોઈને બધા ખુશ થઈ ગયા. તેંડુલકરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પહેલા પણ પ્લેનમાં તેંડુલકરનો એક વીડિયો વાયરલ થયો હતો. તે સમયે પણ ચાહકો આ જ નારા લગાવી રહ્યા હતા.
તેંડુલકર જ્યારે સ્ટેડિયમમાં રમવા જતા ત્યારે ‘સચિન, સચિન’ના નારા લગાવવામાં આવતા હતા. આ સૂત્ર હજુ પણ ગુંજે છે. તેંડુલકર જ્યાં પણ જાય છે, તેમના ચાહકો હંમેશા તૈયાર હોય છે. તેઓ પોતાના હીરોની એક ઝલક મેળવવા માટે આતુર છે.


