- માન્ચેસ્ટર સિટી અને બ્રેન્ટફોર્ડ વચ્ચેની મેચ 1-1થી ડ્રો રહી
- લિવરપૂલ ક્લબ 25 મેચમાં 57 પોઇન્ટ સાથે મોખરાના સ્થાને છે
- હાલેન્ડે સાતમી વખત ટીમ માટે પ્રથમ ગોલ નોંધાવ્યો, પાંચમી વખત તેનો ગોલ વિનિંગ બન્યો
ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલમાં માન્ચેસ્ટર સિટીએ બ્રેન્ટ ફોર્ડ સામે હોમગ્રાઉન્ડમાં 1-0થી વિજય મેળવ્યો હતો. ઈર્લિંગ હાલેન્ડે મેચનો એકમાત્ર ગોલ કર્યો હતો. મેચ દરમિયાન બંને ટીમને ગોલ કરવાની કેટલીક તક મળી હતી પરંતુ બંનેની ડિફેન્સ હરોળે એકબીજાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યા હતા. હાલેન્ડે 71મી મિનિટે મેચનો એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો. કોચ તથા મેનેજર પેર ગાર્ડિયોલાની સિટી ટીમ હવે પોઇન્ટ ટેબલમાં 25 મેચમાં 56 પોઇન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઇ છે. લિવરપૂલ ક્લબ 25 મેચમાં 57 પોઇન્ટ સાથે મોખરાના સ્થાને છે.
હાલેન્ડે ડોર્ટમંડ સ્ટ્રાઇકરના ભૂતપર્વ ખેલાડી હેરી કેનના શાનદાર રેકોર્ડને પણ સરભર કર્યો હતો. નોર્વેના હાલેન્ડે હેરી કેન બાદ ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં રમી રહેલી તમામ 21 ટીમ સામે ઓછામાં ઓછો એક ગોલ નોંધાવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.
2022ની ઉનાળુ સિઝનમાં પ્લેયર્સ ટ્રાન્સફર વિન્ડો દ્વારા માન્ચેસ્ટર સિટી સાથે 51.2 મિલિયન પાઉન્ડ દ્વારા કરારબદ્ધ થયેલા હાલેન્ડ માટે ડેબ્યૂ સિઝન રેકોર્ડ બ્રેકર બની રહી હતી. વર્તમાન લીગમાં અન્ય કોઇ ખેલાડી કરતાં હાલેન્ડે સાતમી વખત ટીમ માટે પ્રથમ ગોલ નોંધાવ્યો હતો. આ ઉપરાંત તેનો ગોલ મેચવિનિંગ બન્યો હોય તેવો આ પાંચમો મુકાબલો રહ્યો હતો. હાલેન્ડની જેમ ઓલી વોટકિન્સના પાંચ ગોલ પણ એકમાત્ર વિનિંગ ગોલ રહ્યા હતા.
ડોનિલને ઇપીએલમાં 50મો ગોલ નોંધાવ્યો
ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં ઇન્ડહોવેન અને બોરુસિયા ડોર્ટમંડ વચ્ચેની મેચ ભારે રસાકસી બાદ 1-1થી ડ્રો રહી હતી. ડોનિલ મલાને 24મી મિનિટે ગોલ કરીને ડોર્ટમન્ડને 1-0થી આગળ કરી દીધી હતી પરંતુ લુક ડી જોંગે 56મી મિનિટે પેનલ્ટીને ગોલમાં ફેરવીને સ્કોર 1-1થી સરભર કરી દીધો હતો. મલાને 2021ના ડિસેમ્બર બાદ ચેમ્પિયન્સ લીગમાં પ્રથમ ગોલ નોંધાવ્યો હતો. આ સાથે તેણે 81 મેચમાં પોતાનો 50મો ગોલ પણ નોંધાવ્યો હતો. લુક ડી જોંગે ઇન્ડહોવેન તરફથી ડોર્ટમંડ વિક્રમી નવમો ગોલ નોંધાવ્યો હતો જે રુડ વાન નેસ્ટરુઇ કરતાં એક ગોલ વધારે છે.


