- પેલેસ્ટાઈન હાસ્ય અભિનેતાનું ઘર થયું તબાહ
- હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયે ઘટના અંગે આપી તમામ જાણકારી
- મહમૂદ જુએટરનો પરિવાર અને ઘર થયું ખતમ
શુક્રવારે ઈઝરાયેલે ગાઝામાં ફરી એકવાર એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં એક જાણીતા પેલેસ્ટાઈન હાસ્ય અભિનેતાનું ઘર તબાહ થયું હતું. તેમાં ઓછામાં ઓછા 23 લોકોના મોત થયા છે અને અનેક લોકોના મોત થયા છે. હમાસ દ્વારા સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે ઘટનાની જાણકારી આપી છે. તેઓએ કહ્યું કે મધ્ય ગાઝાના દીર અલ બલાહ વિસ્તારમાં મહમૂગ જુએટરનો પરિવાર તબાહ થયો હતો અને હુમલામાં મોટાભાગે પીડિત મહિલાઓ અને બાળકો હતા. હુમલામાં ઘાયસ થયેલા જુએટરના ઈન્સ્ટાગ્રામ પર 1.2 મિલિયનથી વધારે ફોલોઅર છે અને તેમના વીડિયો પણ યૂટ્યુબ પર વધારે જોવામાં આવે છે.
ગાઝા નથી છોડવા ઈચ્છતું જુએટર
શુક્રવારના હુમલા બાદ ઓનલાઈન પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં જુએટર એક ઘાયલ બાળકને પકડેલા જોવા મળી રહ્યા છે. જુએટરની ઉંમર 30 વર્ષની જણાવવામાં આવી છે. જુએટર કહે છે કે હું ગાઝા છોડનારા વ્યક્તિઓને ના પાડી રહ્યો હતો અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે મને પણ ગાઝા છોડવા માટે મજબૂર ન કરે. કેમકે હું ગાઝા અને તેના લોકોને ખૂબ પ્રેમ કરું છે. મને લાગે છે કે તેઓ ઈચ્છે છે કે હું ગાઝા છોડી દઉં. એટલું કહીને તે વીડિયોમાં રડતા જોવા મળી રહ્યા છે. ઈઝરાયેલના હવાઈ હુમલાને લઈને સેનાનો સંપર્ક કરાઈ રહ્યો છે. ગાઝા પટ્ટી પર ઈઝરાયેલ સતત બોમ્બમારો કરી રહ્યું છે. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરાયેલા રોકેટ હુમલા બાદ ઈઝરાયેલ હમાસને નષ્ટ કરવા ઈચ્છે છે.
હમાસ- ઈઝરાયેલ યુદ્ધમાં કેટલા લોકોના મોત થયા
મળતી માહિતિ અનુસાર ઈઝરાયેલના આંકડાના આધારે ઈઝરાયેલમાં લગભગ 1160 લોકોના મોત થયા છે. તેમાં મોટાભાગે નાગરિકો હતા. સાથે લગભગ 250 લોકોને બંધક બનાવી લેવાયા હતા. ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર ઈઝરાયેલે જવાબી હુમલામાં ગાઝામાં ઓછામાં ઓછા 29514 લોકોના મોત થયા છે. તેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતા.


