- ADRના રિપોર્ટમાં રાજ્ય સભાના ઉમેદવારોને લઈને ખુલાસા
- ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 127.81 કરોડ રૂપિયા: ADR
- આ વખતની રાજ્ય સભા ચૂંટણીની રેસમાં કુલ 59 ઉમેદવારો
સંસદમાં લાખો લોકોના પ્રતિનિધિ તરીકે પહોંચનારા સાંસદો સામે પણ ફોજદારી કેસ નોંધવામાં આવે છે. એક નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર બનેલા 36 ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. ADRએ 15 રાજ્યોના 58 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કર્યા બાદ જણાવ્યું છે કે જે ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે તેમની સરેરાશ સંપત્તિ 127.81 કરોડ રૂપિયા છે.
ચૂંટણી સંબંધિત તથ્યોનો અભ્યાસ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અનુસાર, કુલ 59 ઉમેદવારો ચૂંટણીની રેસમાં છે, પરંતુ કર્ણાટક કોંગ્રેસના ઉમેદવાર જીસી ચંદ્રશેખરની એફિડેવિટનું વિશ્લેષણ થઈ શક્યું નથી. સ્કેન કરેલા દસ્તાવેજો વાંચી શકાયા ન હતા, તેથી વિશ્લેષણમાં માત્ર 58 ઉમેદવારોની ગણતરી કરવામાં આવી હતી.


