- IPL 2024ની પરીક્ષામાં પાસ થવાનું રહેશે જરૂરી
- ટીમ ઈન્ડિયાને એક વધુ વિકેટકીપર અને બેટ્સમેન ધ્રૂવ પણ મળ્યો છે
- રાહુલ, જિતેશ શર્મા, પંત અને ધ્રૂવ જુરેલમાંથી થશે સિલેક્શન
ટીમ ઈન્ડિયા હાલના દિવસોમાં ઈંગ્લેન્ડની સાથે ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ પછી ભારતમાં આઈપીએલ 2024ની શરૂઆત થશે અને પછી ક્રિકેટ ફેન્સને ટી20 વર્લ્ડ કપ 2024ની આતુરતા રહેશે. ટી20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત જૂનમાં થવાની છે. આ વખતે ટી20 વર્લ્ડ કપ અમેરિકામાં રમાશે. ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયામાં કયા ખેલાડીઓને ચાન્સ મળશે તેની પર ફેન્સની નજર છે. આ સિવાય તેની પર સૌથી વધારે નજર રહેવાની છે તેવા ખેલાડીમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપર અને બેટ્સમેનનો સમાવેશ થયો છે. તેમાં કે એલ રાહુલ, જિતેશ શર્મા, ઋષભ પંત અને ધ્રૂવ જુરેલ જેવા ખેલાડીઓ છે પણ સિલેક્ટર્સ તેમાંથી કોને પસંદ કરે છે તે હવે જોવાનું રહેશે.
વિશ્વકપમાં જગ્યા બનાવવા માટે પાસ કરવાની રહેશે IPL 2024ની પરીક્ષા
ઉલ્લેખનીય છે કે ઋષભ પંત કાર એક્સીડન્ટ બાદથી લગભગ 1 વર્ષથી પણ વધારે સમયથી ક્રિકેટથી દૂર છે. પંતે આઈપીએલ 2023ને પણ મિસ કરી હતી. પણ પંત હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને સતત પોતાને આઈપીએલ 2024ને માટે તૈયાર કરી રહ્યા છે. આઈપીએલ 2024થી પંત ક્રિકેટમાં વાપસી કરી શકે છે અને તે ફેન્સને માટે મોટી ખુશખબર હશે. અન્ય તરફ પંતનું આઈપીએસ 2024 શાનદાર રહે છે તો જૂનમાં થનારા ટી20 વિશ્વ કપને માટે પણ ટીમ ઈન્ડિયામાં પસંદગી પામી શકે છે.
ટીમને વધુ એક નવો ખેલાડી મળ્યા
ટીમ ઈન્ડિયાને વધુ એક કમાલનો વિકેટકીપર અને બેટ્સમેન મળી ચૂક્યો છે. અહીં વાત થઈ રહી છે યુવા ખેલાડી ધ્રૂવ જુરેલની. ધ્રૂવ જુરેલને ઈંગ્લેન્ડની સાથે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝમાં ટીમ ઈન્ડિયાને માટે પોતાના ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરવાનો ચાન્સ મળ્યો. આ અવસરને ધ્રૂવ જુરેલે પોતે કમાયો છે. બેટિંગથી લઈને વિકેટ કિપિંગ સુધી ધ્રૂવે કમાલનું પ્રદર્શન કર્યું છે. એવામાં આઈપીએલ 2024માં ધ્રૂવ પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખે છે તો તેમને ટી20 વિશ્વ કપ 2024ને માટે ટીમ ઈન્ડિયામાં વિકેટ કીપર બેટ્સમેનના રૂપમાં સામેલ કરી શકાય છે.
હજુ સુધી નથી થઈ ટીમ ઈન્ડિયાની પસંદગી
ઉલ્લેખનીય છે કે ટી20 વિશ્વ કપ 2024 શરૂ થવામાં 100 દિવસથી પણ ઓછો સમય બાકી છે પણ અત્યાર સુધી ટીમ ઈન્ડિયાની પસંદગી થઈ નથી. ટીમ ઈન્ડિયાની સામે વિરાટ કોહલીને લઈને મુશ્કેલી છે. કેમકે હજુ સુધી એ નક્કી થઈ શક્યું નથી કે કોહલી ટી20 વિશ્વ કપ 2024 રમશે કે નહીં. આ સિવાય વિકેટ કીપર અને બેટ્સમેનને લઈને પણ મુશ્કેલી છે. જિતેશ શર્મા પણ ટી20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરી ચૂક્યા છે. આ સમયે તેનું પરફોર્મન્સ સારું રહ્યું હતું. પણ આઈપીએલ 2024માં પંતની વાપસી અને ધ્રૂવ જુરેલના ડેબ્યૂ બાદ સિલેક્ટર્સની સામે વિકેટકીપરની પસંદગી મુશ્કેલ બની શકે છે.


