- 31 માર્ચથી રાજકોટ-અમદાવાદ વચ્ચે ફલાઇટ શરૂ થશે
- ઇન્ડિગોની ફલાઇટ કરવામાં આવશે શરૂ
- રાજકોટ એરપોર્ટ પરથી 3.50 વાગ્યે ટેક ઓફ થશે
રાજકોટ-અમદાવાદ વચ્ચે ફલાઇટ શરૂ થશે. જેમાં 31 માર્ચથી રાજકોટ-અમદાવાદ વચ્ચે ફલાઇટ શરૂ થશે. તેમાં ઇન્ડિગોની ફલાઇટ શરૂ કરવામાં આવશે. જેમાં ફલાઇટનું બુકિંગ પણ શરૂ થયું છે. તેમાં અઠવાડિયામાં 6 દિવસ ઉડાન ભરશે. તથા રાજકોટ એરપોર્ટ પરથી 3.50 વાગ્યે ટેક ઓફ થશે.
આગામી 31મી માર્ચથી વિમાન સેવા શરૂ કરવામાં આવી રહી છે
આ રૂટ પર લાંબા સમયથી ફ્લાઇટ સેવા શરૂ કરવાની વાતો વચ્ચે હવે ઇન્ડિગો દ્વારા આગામી 31મી માર્ચથી વિમાન સેવા શરૂ કરવામાં આવી રહી છે અને બુકિંગ વેબસાઇટ પર ફ્લાઇટનું ભાડું રૂ.3160 આસપાસ દર્શાવી રહ્યું છે. ઇન્ડિગોની ફ્લાઇટ 6E 7295 અમદાવાદથી બપોરે 2.35 વાગ્યે ઉડાન ભરશે અને રાજકોટ હિરાસર એરપોર્ટ ઉપર 3.30 વાગ્યે લેન્ડ થશે. જ્યારે રાજકોટ હિરાસર એરપોર્ટ ઉપરથી ફલાઇટ 6E 7296 બપોરે 3.50 વાગ્યે ટેક ઓફ થશે અને બપોરે 4.50 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ થશે.
છેલ્લા 1 વર્ષમાં SGVP એરપોર્ટથી અનેક સીધી ફ્લાઈટો શરુ કરવામાં આવી
અમદાવાદીઓ માટે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સમર શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 1 વર્ષમાં SGVP એરપોર્ટથી અનેક સીધી ફ્લાઈટો શરુ કરવામાં આવી છે ત્યારે અમદાવાદથી ઔરંગાબાદની બંધ કરેલી ફ્લાઈટને પણ ફરી શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 31 માર્ચ, 2024થી આ ફ્લાઈટ શરુ થતા બંને વર્લ્ડ હેરિટેજ સિટી વચ્ચે કનેક્ટિવિટીની સાથોસાથ પ્રવાસીઓ પણ વધશે. તાજેતરમાં જ અમદાવાદથી ગ્વાલિયરની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. તદુપરાંત અમદાવાદથી બેંગ્લોરની કનેક્ટિવિટી વધારવા માટે પણ વિસ્તારા એરલાઇન્સ દ્વારા 15 માર્ચથી દરરોજની બે સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે.


