By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    6 minutes ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 day ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    4 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સ્માર્ટ મીટર લગાવવા ગ્રાહકની મંજૂરી જરૂરી નહીં: લોકપાલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સ્માર્ટ મીટર લગાવવા ગ્રાહકની મંજૂરી જરૂરી નહીં: લોકપાલ

Editor
Last updated: 2026/07/08 at 3:57 PM
1 hour ago
Share
SHARE

સ્માર્ટ મીટર લગાવવા ગ્રાહકની મંજૂરી જરૂરી નહીં: લોકપાલ

વધારે બિલ આવતું હોવાની ગ્રાહક દ્વારા કરાયેલી ફરિયાદમાં વિજ લોકપાલનો ચૂકાદો: લોકપાલના અવલોકનથી રાજકોટ સહિત રાજ્યભરમાં વિરોધ થવાની સંભાવના

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં હવે સ્માર્ટ મીટર લગાવવા માટે ગ્રાહકની પૂર્વ મંજૂરીની જરૂરી નથી અને વીજ વિતરણ કંપનીને લાગુ કાયદા અને નિયમો હેઠળ હાલના મીટરને પોતાના નિર્ણયથી અથવા તો ગ્રાહકની વિનંતીના આધારે બદલવાનો અધિકાર હોવાનો ગુજરાત વિદ્યુત નિયામક આયોગના વીજ લોકપાલે આપ્યો છે. લોકો પહેલાંથી સ્માર્ટ મીટર અંગે વિરોધ કરી રહ્યાં છે. હવે આ ચૂકાદો આવતાં લોકો ઘરે આવતા વીજકંપનીઓના અધિકારીઓને ના નહીં કહી શકે.

જેમ ખેડૂતોએ વીજથાંભલાઓ બાબતે વિરોધ નોંધાવ્યો એમ આ બાબતે પણ ભારે વિરોધ થાય તેવી પૂરી સંભાવના છે. લોકોને ડર છે કે સ્માર્ટ મીટર આવ્યા બાદ સરકાર પાવર સિસ્ટમ પર પોતાનો કબજો જમાવી લેશે

વડોદરાના પ્રતાપનગર વિસ્તારના મહેન્દ્ર ડી. પટેલ વિરૂદ્ધ લાલબાગ ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર (એમજીવીસીએલ)ના કેસના સંદર્ભમાં વીજ લોકપાલે ઉપરોક્ત ચૂકાદો આપ્યો હતો. વીજ ગ્રાહકે દાવો કર્યો હતો કે, તેની મંજૂરી વિના સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું જેના કારણે ઓટો ડેબિટ સુવિધા પ્રભાવિત થઈ અને વીજ જોડાણ કપાયું હતું.

સુનાવણી દરમિયાન એમજીવીસીએલ દ્વારા રજૂઆત કરાઈ હતી કે, વીજ કંપનીને ઇલેક્ટ્રિસિટી એક્ટ, હેઠળ વીજ કંપનીને સ્માર્ટ મીટર સ્થાપિત કરવાનો તથા જરૂરી હોય ત્યારે હાલના મીટરને બદલવાની સત્તા પ્રાપ્ત છે. આ કાનૂની જોગવાઈઓમાં ક્યાંય પણ ગ્રાહકની પૂર્વ મંજૂરી ફરજિયાત માનવામાં આવી નથી.

વીજ લોકપાલે રજૂઆત સ્વીકારી હતી અને નોંધ્યું હતું કે, અરજદાર ગ્રાહક સ્માર્ટ મીટરના કોઈ ટેકનિકલ ખામી, ખોટું રીડિંગ અથવા બિલિંગમાં ગરબડ હોવાના કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

આથી માત્ર સ્માર્ટ મીટરનો વિરોધ અથવા જૂનું મીટર પુનઃ સ્થાપિત કરવાની માગ કાયદેસર રીતે સ્વીકાર્ય બની શકતી નથી. ગ્રાહકો માત્ર શંકા કે વિરોધના આધારે જૂનું પરંપરાગત મીટર ફરીથી લગાવવાની માંગ કાયદેસર રીતે કરી શકશે નહીં.

ગ્રાહકને જો સ્માર્ટ મીટર અંગે શંકા હોય તો જર્ક ઇલે. સપ્લાય કોડની જોગવાઈ મુજબ થર્ડ પાર્ટી મીટર ટેસ્ટિંગ કરાવી શકાય છે. ગુજરાતમાં જે ગ્રાહકો ‘પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના’ હેઠળ સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવી રહ્યા છે, તેમના માટે વીજ કંપનીઓ દ્વારા બાય-ડિરેક્શનલ સ્માર્ટ મીટર (ઇમ્પોર્ટ-એક્સપોર્ટ રીડિંગ માટે) ફરજિયાતપણે ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે.

સમગ્ર દેશમાં સ્માર્ટ મીટરની સ્થિતિ

  • મેગા પ્રોજેક્ટ અને ટાર્ગેટ : સમગ્ર દેશમાં ગ્રાહકો, ફીડર્સ અને ટ્રાન્સફોર્મર્સને આવરી લેતા અંદાજે ૨૫ કરોડ (250 Million) સ્માર્ટ પ્રિ-પેઇડ મીટર સ્થાપિત કરવાનો ટાર્ગેટ છે.
  • હાલમાં શું છે સ્થિતિ : દેશમાં દૈનિક ઇન્સ્ટોલેશનનો આંકડો ૧૫,૦૦૦ થી વધીને ૧.૧૨ લાખથી વધુ થઈ ગયો છે. અત્યાર સુધીમાં કરોડો મીટર સફળતાપૂર્વક ઇન્સ્ટોલ થઈ ચૂક્યા છે.
  • કયા કયા રાજ્યો અગ્રેસર : સ્માર્ટ મીટરના અમલીકરણમાં હાલમાં બિહાર, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો દેશમાં સૌથી આગળ ચાલી રહ્યા છે.

 

You Might Also Like

WOW Awards Asia માં ગોલ્ડ જીતનારા ગુજરાતના પ્રથમ એન્કર બન્યા રાજકોટના શિવરામસિંહ ચૂડાસમા

રામાનંદી સાધુ સમાજની ૫૦૦થી વધુ બહેનોની હાજરીમાં રાંદલના લોટા ઉત્સવનું આયોજન

ક્રાઈસ્ટ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય આધારિત તાલીમનો પ્રારંભ

કણસાગરા કોલેજના વિદ્યાર્થીઓએ મેળવી આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ

કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમનો ૧૨૦માં વર્ષમાં મંગલ પ્રવેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુર-ધોરજી રોડ પર નવો રેલવે બ્રિજ વરસાદમાં લપસણો બનતા અનેક બાઈક સ્લીપ થયા
ગુજરાત

જેતપુર-ધોરજી રોડ પર નવો રેલવે બ્રિજ વરસાદમાં લપસણો બનતા અનેક બાઈક સ્લીપ થયા

Editor By Editor 6 days ago
સાંબેલાધારથી રાજ્યના મુખ્ય જળાશયોની સપાટીમાં વધારો
રાજકોટ જિલ્લાના ૨૪ ગામોમાં બે મહિના સુધી બિનખેતી પરવાનગીની પ્રક્રિયા સ્થગિત
અમરનાથમાં પાંચમા જ દિવસે હિમલિંગ અંતર્ધ્યાન
આયોજિત ઓપન રાજકોટ અંડર 14, અંડર 17 અને સિનિયર ગર્લ્સ  ફૂટબોલ ટુર્નામેન્ટ સંપન્ન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?