- ધ્રુવ જુરેલે ઈંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટમાં ધૂમ મચાવીને બધાના દિલ જીત્યા
- ધ્રુવ જુરેલ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો
- ભારતે પાંચ મેચોની સીરિઝમાં 3-1ની લીડ મેળવી
ભારતના યુવા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે ઈંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટમાં ધૂમ મચાવીને બધાના દિલ જીતી લીધા છે. તેણે ચોથી ટેસ્ટમાં મુશ્કેલ સ્થિતિમાં અણનમ 90 અને 39 રન બનાવ્યા હતા. ભારતે સોમવારે ચોથા દિવસે ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. જુરેલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ તેની કારકિર્દીની માત્ર બીજી ટેસ્ટ હતી. ભારતે પાંચ મેચોની સીરિઝમાં 3-1ની લીડ મેળવી લીધી છે. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ સીરિઝ હાર્યા છતાં કંપોઝ દેખાતા હતા અને બેન ફોક્સ જુરેલને લઇ જોક્સ કહ્યો હતો. 31 વર્ષીય ફોક્સ ઈંગ્લેન્ડનો વિકેટકીપર છે.
ફોક્સને જુરેલ પર ‘મેન ક્રશ’ છે
સ્ટોક્સે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “જુરેલ બંને ઇનિંગ્સમાં ખૂબ જ સારું રમ્યો. તેની કીપિંગ પણ જોવા જેવી હતી. મને લાગે છે કે બેન ફોક્સને તેના પર થોડો મેન ક્રશ છે.” ઇંગ્લેન્ડે રાંચીમાં સીરિઝ બરોબરી કરવાની તક ગુમાવ્યા પછી પણ સ્ટોક્સે બીજી ઇનિંગમાં પોતાની ટીમની બેટિંગની ટીકા કરી ન હતી. ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના કારણે ભારતને 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઈંગ્લેન્ડના 353 રનના જવાબમાં ભારતે પ્રથમ દાવમાં 307 રન બનાવ્યા હતા. પ્રથમ દાવના આધારે ઈંગ્લેન્ડને 46 રનની લીડ મળી હતી.
મને લાગે છે કે અમે શરૂઆતમાં આગળ હતા, જ્યારે અમે બેટિંગ કરી રહ્યા હતા. હું અશક્ય કહેવા માંગતો નથી, કારણ કે મને કંઈપણ અશક્ય નથી લાગતું. ગઈકાલે તે અવિશ્વસનીય રીતે મુશ્કેલ હતું, જ્યારે તમારી સામે અશ્વિન, જાડેજા અને કુલદીપ જેવા બોલર હોય તો રન બનાવવા ઘણા મુશ્કેલ બની જાય છે.
હું ટેસ્ટ ક્રિકેટનો ફેન: સ્ટોક્સ
સ્ટોક્સે કહ્યું, “મને લાગે છે કે અત્યાર સુધી આ સીરિઝએ માત્ર અમારા માટે જ નહીં પરંતુ ભારત માટે પણ ઘણી પ્રતિભાઓ બહાર લાવી છે. હું ક્રિકેટનો મોટો ચાહક છું, મને ટેસ્ટ ક્રિકેટ ગમે છે. મને લાગે છે કે બંને તરફ અમે કેટલાક યુવા, બિનઅનુભવી ખેલાડીઓને ચમકતા જોયા છે અને મને લાગે છે કે ટેસ્ટ ક્રિકેટનું ભવિષ્ય ખૂબ સારું છે.” ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે.


