- રાજ્યસભા ચૂંટણીમાં ભાજપની જીત
- બીજેપી ઉમેદવારોએ યુપીની 80 સીટ જીતવાની ભરી હુંકાર
- આ જીત ભવિષ્ય માટે મનોવૈજ્ઞાનિક સંકેત છે- સુધાંશુ ત્રિવેદી
રાજ્યસભાની ચૂંટણીમાં જીત બાદ ભારતીય જનતા પાર્ટીનો ઉત્સાહ બમણો થઇ ગયો છે. આ જીત બાદ ઉત્સાહિત બીજેપીના તમામ 8 ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં પાર્ટી યુપીમાં તમામ 80 લોકસભા સીટ જીતશે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ જીતને લઇને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
અબ કી બાર 400 પાર- સુધાંશુ ત્રિવેદી
ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ 400 સીટનો આંકડો પાર કરશે. રાજ્યસભાની ચૂંટણી જીત્યા બાદ ત્રિવેદીએ આ ટિપ્પણી કરી હતી. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના 8 ઉમેદવારો જીત્યા. સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે ભાજપના તમામ 8 ઉમેદવારો જીત્યા તે ખૂબ જ ખુશીની વાત છે. આ એક સંકેત છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં અમે 400 પાર કરીશું અને ઉત્તર પ્રદેશમાં 80માંથી 80 બેઠકો જીતીશું.
જીતનો શ્રેય પીએમ મોદી અને યોગીજીને – સંજય શેઠ
મહત્વનું છે કે ભાજપના 8 ઉમેદવારોએ જીત મેળવી જેમાં સંજય શેઠનો પણ સમાવેશ થાય છે. સંજ્ય સેઠે વધુમાં જણાવ્યું કે હવે અમે પીએમ મોદીજીનુ દેશનો વિકાસ કરવાનું સપનુ આગળ વધારવામાં મદદ કરીશુ. તો બીજી તરફ સપાના ધારાસભ્યો ખરીદવા બાબતે તેમણે આક્ષેપો નકારી કાઢ્યા અને કહ્યું કે જીત તો જીત હોય છે. એક અન્ય સવાલના જવાબમાં જણાવ્યું કે જીતનો શ્રેય પીએમ મોદી અને યોગીજીને જાય છે.


