- વર્ષોથી બિનઉપયોગી પડેલી ટાંકીના સળિયા દેખાવા લાગ્યા
- ટાંકી અકસ્માત સર્જે તે પહેલાં ઉતારી લેવા માગ
- જર્જરિત ટાંકી ને ઉતારી લેવા કોઈ કાર્યવાહી ન થતાં
વિરપુર તાલુકાના ભરોડી ખાતે વર્ષો પહેલાં ગ્રામજનો ને પાણી ની સુવિધા પૂરી પાડવા માટે ઓવરહેડ પાણીની ટાંકી બનાવવા મા આવી હતી. સમય જતા અન્ય વિકલ્પ થી પાણી પુરવઠો ગ્રામજનો ને અપાઈ રહ્યો છે. જ્યારે જૂની પુરાણી ઓવર હેડ પાણી ની ટાંકી વરસો થી અવારવું અને બિન ઉપયોગી બનતા તેના ધાબા ના સળિયા દેખાઈ રહ્યા છે અને ધાબુ ગરી રહ્યું છે. જેમાંથી પોપડા પડી રહ્યા ની ઘટના બની રહી છે ટાંકી ના સ્તંભ મા તિરાડો પડેલી છે અને ટાંકી જર્જરિત અવસ્થામાં આવી પડતાં આકસ્મિક પડવાની બીક આજુ બાજુ ના રહેણાંક ધરાવતા ગ્રામજનો ને સતાવી રહી છે. જ્યારે તંત્ર ને જાણ કરવા છતાં તંત્ર દ્વારા જર્જરિત ટાંકી ને ઉતારી લેવા કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનો અને રાહદારીઓ ચિંતા મા મુકાયા હોવાનું દેખાઈ રહ્યા છે. ગામ વચ્ચે અને રહેણાંક વિસ્તાર માં આ ટાંકી હોવાથી સ્થાનિક લોકોમા ગમે ત્યારે કંઇક અપ્રિય ઘટના ઘટવાની ભિતિ સેવાઈ રહી હોવાથી બાળકો તેમજ પશુ પણ ભયના ઓથાર હેઠળ જીવવાનો વારો આવ્યો છે. આ વિસ્તાર મા પશુ પાલકો વસવાટ કરે છે જે દૂધ ભરવા જતા પશુ પાલકો અને શાળાએ જતા બાળકોની પણ અવર જવર રહેલી છે કોઈ મોટી દુઘટર્ના ઘટે તે પહેલાં તંત્ર દ્વારા આ ટાંકી જમીનદોસ્ત કરવામાં આવે તેવી ગ્રામજનો ની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.


