- દીપડો જંગલ વિસ્તારમાં પરત ર્ફ્યાના વાવડથી વિસ્તારના લોકોમાં રાહત
- સીસીટીવી કેમેરા સાથે વન વિભાગની ટીમ દીપડાને પકડવા ખડેપગે રહી હતી
- દીપડાને પકડવા પાંજરું અને ટ્રેપ કેમેરા ગોઠવ્યા છે : ફોરેસ્ટ ઓફિસર
રાધનપુર અને સાતલપુર તાલુકામાં ગતરોજ દીપડો આવ્યો હોવાના સમાચાર વાયુવેગે લોકમુખે પ્રસરી જતા લોકોમાં ફ્ફ્ડાટ ફેલાઈ ગયો હતો.અને લોકોના સમાચારથી ફેરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે દીપડાને પકડવા માટે ટીમ તૈયાર કરી ટ્રેપ કેમેરા તેમજ પાંજરા મૂકી દીધા હતા. અને દીપડો કયા કયા વિસ્તારમાં ર્ફ્યો સે તેના પગના નિશાન ની શોધ ખોળ હાથ ધરી હતી. અને ત્યાર બાદ ફેરેસ્ટ વિભાગની ટીમને જાણવા મળ્યું હતું કે રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સીમમાં દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા હતા.અને ત્યાર બાદ નોર્મલ રેન્જ વન વિભાગ દ્વારા પ્રથમ નવાગામ. ઉંદરગઢા છાણીયાસર ,ની સીમમાં પેટ્રોલિંગ કર્યું હતું અને પાંજરા ગોઠવ્યા હતા.અને ત્યારબાદ વન વિભાગ આસપાસના તમામ વિસ્તારમાં પેટ્રોલીગ કરતા ફરી જાણવા મળ્યું હતું કે બનાસ નદીના પટમાંથી દીપડો બનાસકાંઠા દિશામાં ગયો હોવાના સગડ મળ્યા છે.
દીપડાને પકડવા પાંજરું અને ટ્રેપ કેમેરા ગોઠવ્યા છે : ફોરેસ્ટ ઓફિસર
આ અંગે નોર્મલ રેન્જ ફેરેસ્ટ ઓફ્સિર જયેશભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે પ્રથમ સાંતલપુર તાલુકાના નવાગામ, ઉંદરગઢા સીમાડામાં દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા હતા. અને ત્યાર બાદ છાણીયાસર ગામે દીપડાના પંજાના નિશાન દેખાયા હતા અને અને અમારી ટીમ દ્વારા દીપડાને પકડવા પાંજરૂ અને ટ્રેપ કેમેરા ગોઠવ્યા છે. પરંતુ સોમવારની મોડી રાત્રે રાધનપુર તાલુકાના સબ્દલપૂરા ગામની સીમમાં દીપડો દેખાયો હતો અને બનાસકાઠા તરફથી દીપડો આવ્યો હતો અને દીપડો બનાસ નદીના પટમાંથી બનાસકાઠા તરફ પરત ર્ફ્યો છે તેવું જાણવા મળ્યું છે અને દીપડાએ કોઈ વન્ય પ્રાણી કે કોઈને કાંઇ પણ નુકસાની પહોચાડેલ નથી અને દીપડો ફરી દેખાય તો દીપડાને પકડી પાંજરે પૂરવાની તજવીજ હજુ પણ ચાલુ છે.


