- તાલુકા પંચાયતની ઉપ પ્રમુખની ચૂંટણીમાં મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરતાં સસ્પેન્ડ કર્યા
- તમામ સભ્યોને પરત પાર્ટીના નિર્ણય પ્રમાણે લેવામાં આવ્યા છે
- નવ સભ્યો મળી બાર સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા
સાંતલપુર તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપ પ્રમુખની ચુંટણીમાં પ્રમુખ તરીકે અનુસુચિત જાતિ મહિલા ઉમેદવાર અનામત રહેતા અને કોંગ્રેસના એક જ ઉમેદવાર મહિલા ઉમેદવાર હોવાથી ભાજપ બહુમતીમાં હોવા છતા સતા કોંગ્રેસે સંભાળી હતી.જ્યારે કે ઉપ પ્રમુખની ચુટણીમાં ભાજપ પક્ષ દ્વારા રૈયાબેનને મેન્ડેટ આપવામાં આવ્યુ હતુ પરંતુ ભાજપના જ ઉમેદવારે મદિનાબેન દ્વારા ઉપ પ્રમુખની ઉમેદવારી નોધાવતા અને ભાજપના નવ જેટલા સભ્યો દ્વારા પાર્ટીના મેન્ડેટના ઉમેદવાર વિરુધ્ધ મતદાન કરાતા ભાજપ પક્ષ દ્વારા તાલુકા પંચાયતના ભાજપના નવ સભ્યો મળી બાર સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે ફરી આજે કમલમ ખાતે સસ્પેન્ડ કરવામાં આવેલા તમામ સભ્યોને ભાજપ પક્ષમાં ફરી સભ્ય પદે પરત લેવામાં આવ્યા હતા.જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે હાલમાં તમામ સભ્યોને પરત પાર્ટીના નિર્ણય પ્રમાણે લેવામાં આવ્યા છે બાકીની આગળની કામગીરી પાર્ટીના મોવળી મંડળ દ્વારા નક્કી કરવામાં આવશે.


