- કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથે કરી સ્પષ્ટતા
- ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે આપ્યો જવાબ
- શું કમલાથ ભાજપમાં જોડાશે ખરા ?
કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ બની છે. તેવામાં આ અંગે પહેલીવાર કમલનાથે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે શું તમે મારા મોઢેથી ક્યારેય આવુ સાંભળ્યુ ?
કમલનાથ જોડાશે બીજેપીમાં ?
આ અંગે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે શું તમે મારા મોઢે કદી આવુ સાંભળ્યુ છે, શું તમને કોઇ એવા સંકેત મળ્યા છે. આવુ કશુ જ થયુ નથી. તમે આ પ્રકારની વાતો કરીને મને સવાલ પૂછો છો. તમે જ આમ કરવાનું બંધ કરો. સૌથી પહેલા તો આવી વાતોનું તમે જ ખંડન કરો.
રવિવારે મળી હતી કોંગ્રેસ સમિતિની બેઠક
ઉલ્લેખનીય છે કે આ પહેલા રવિવારે કમલનાથે કોંગ્રેસની બેઠકમાં હાજરી આપી હતી. કોંગ્રેસ સમિતિની આ બેઠક લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને યોજાઈ હતી. જેમાં મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારી અને વિવેક તન્ખા સહિત અન્ય ઘણા નેતાઓએ ભાગ લીધો હતો. આ વર્ચ્યુઅલ મીટિંગમાં કમલનાથે ઉમેદવારોના નામોની યાદી બનાવવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે જે પણ બેઠક પર ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે, તેમને જાણ કરવી જોઈએ કે તેમનું નામ ફાઈનલ છે. આ સાથે તેઓ પોતાની ટીમ બનાવી શકશે અને ચૂંટણીની તૈયારી શરૂ કરી શકશે.
રાહુલ ગાંધીની મુલાકાતમાં કમલનાથ જોડાશે
કમલનાથે ભારત જોડો ન્યાય યાત્રાના પક્ષમાં સમર્થનની અપીલ કરી હતી. કમલનાથે ટ્વિટર પર લખ્યું, ‘મધ્યપ્રદેશના લોકો અને કોંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છે. આપણા નેતા રાહુલ ગાંધી દેશભરમાં આ યાત્રા કરી રહ્યા છે. તેમણે અન્યાય, અત્યાચાર અને શોષણ સામે નિર્ણાયક લડતની જાહેરાત કરી છે. મહત્વનું છે કે
રાહુલગાંધીની યાત્રા આવતા મહિને મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે.


