અરુણાચલ પ્રદેશના રાજ્યસભા ના નવનિયુક્ત સાંસદ તાઈ ટાગક દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિચાર સંઘ ના તેજસ ગોરસીયા નું સન્માન કરવામાં આવ્યું
*ભાજપ ના તમામ કાર્યકર્તાઓ માટે તાઈ ટાગક ઉત્કૃષ્ટ ઉદાહરણ
તેજસ ગોરસીયા
અગ્ર ગુજરાત, દિલ્હી
દિલ્હી અરુણાચલ હાઉસ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિચાર સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને ભાજપના કાર્યકર્તા તેજસ ગોરસીયા અને અરુણાચલ પ્રદેશ ભાજપ ના નવનિયુક્ત રાજ્યસભા સાંસદ તાઈ ટાગક વચ્ચે થયેલી બેઠકમાં તાઈ ટાગક દ્વારા તેજસ ગોરસીયા નું સન્માન કરવામાં આવ્યું તેમજ હિન્દુ રાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશ ના લોકો અને તેમની હિન્દૂ રાષ્ટ્ર ની વિચાર ધારા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
તાઈ ટાગક જી વિશે વધુ જણાવતા તેજસ ગોરસીયા એ કહ્યું હતું કે ટાગક જી એ પાયા ના કાર્યકર્તા છે અરુણાચલ પ્રદેશ માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ થી પોતાની કારકીર્દી શરૂ કરી અનેકવિધ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે તેમજ અરુણાચલ પ્રદેશમાં ભાજપ સરકાર બનાવવામાં ખૂબ અગત્ય નો ફાળો આપ્યો છે.
ટાગક જી સંઘ માં કાર્યવાહ , ભાજપ ના પ્રદેશહમંત્રી, ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ અને મુખ્ય મંત્રી ના સલાહકાર રહી ચુક્યા છે.
આમ ટાગક જી એ કાર્યકર્તાઓ માટે ઉત્તમ ઊદાહરણ છે.
અંત માં તેજસ ગોરસીયા એ જણાવ્યું હતું કે આગામી સમય માં ગુજરાત માં થનાર પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિચાર સંઘ ના કાર્યક્રમ માં પણ તાઈ ટાગક જી પધારશે.


