By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    2 hours ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    1 day ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    2 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  મોરબી રોડનો ક્રેઝ વધ્યો, સૌથી વધારે ૧૭૮૮ દસ્તાવેજ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 મોરબી રોડનો ક્રેઝ વધ્યો, સૌથી વધારે ૧૭૮૮ દસ્તાવેજ

Editor
Last updated: 2026/07/03 at 4:20 PM
17 minutes ago
Share
 મોરબી રોડનો ક્રેઝ વધ્યો, સૌથી વધારે ૧૭૮૮ દસ્તાવેજ
SHARE

 મોરબી રોડનો ક્રેઝ વધ્યો, સૌથી વધારે ૧૭૮૮ દસ્તાવેજ

રાજકોટમાં જૂન મહિનામાં ૧૪૦૪૧ મિલકતોની નોંધણી : સરકારી તિજોરીમાં ઠલવાયા રૂ.૮3.3૯ કરોડ : મોરબી રોડને એઇમ્સ, એરપોર્ટ, નવી કોર્ટનો ફાયદો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં રિયલ એસ્ટેટમાં તેજી જોવા મળી રહી છે. જૂન મહિનામાં ૧૪૦૪૧ મિલકત ખરીદીની નોંધણી થઇ છે. જેમાં ફરી વખત મોરબી રોડ મોખરે છે. મોરબી રોડ પર રોકાણકારો દ્વારા સૌથી વધારે મિલકત ખરીદવામાં આવી છે. મોરબી રોડ પર હાલ સૌથી વધારે ડેવલોપીંગ થઇ રહ્યું છે. એરપોર્ટ, એઇમ્સ, નવી કોર્ટ, અટલ સરોવર સહિતની મહત્વની સુવિધાઓ નજીકમાં જ ડેવલોપ થતાં રોકાણકારો મોરબી રોડ તરફ વધ્યાં છે.

વિશ્વમાં મંદીનું મોજું ફરી વળ્યું છે પરંતુ રાજકોટ રિયલ એસ્ટેટમાં મંદી જેવું કશુ નથી. રાજકોટ શહેર અને જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જૂન મહિનામાન ૧૮ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કુલ ૧૪૦૪૧ દસ્તાવેજો નોંધાયા હતા જેના કારણે રાજ્ય સરકારની તિજોરીમાં ૮૩.૩૯ કરોડની આવક થઇ છે. આ વખતે પણ દસ્તાવેજ નોંધણીમાં સૌથી વધુ મોરબી રોડ પર નોંધાયા છે.

રાજકોટ શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી વિકાસ ગાંડો થયો છે. સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ રાજકોટ રિયલ એસ્ટેટમાં મંદીના બદલે ફુલ તેજીનો માહોલ વર્તાઇ રહ્યો છે.

રાજકોટ શહેરની આઠ અને જિલ્લાની ૧૦ સબ રજીસ્ટ્રાર કચેરીમાં જૂન મહિનામાં પણ દસ્તાવેજ નોંધાવવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો જેમાં મોરબી રોડ તેમજ રતનપર સબ રજીસ્ટ્રાર કચેરીમાં તો વેઇટીંગ જોવા મળ્યું હતું.

રાજકોટ શહેર-જિલ્લામાં એક મહિનામાં ૧૪૦૪૧ દસ્તાવેજો નોંધાયા છે. જેના કારણે રાજ્ય સરકારને ફી પેટે ૧૧,૭૫,૧૮,૭૬૭ અને સ્ટેમ્પ ડ્યયુટી પેટે ૭૧,૬૪,૭૭,૩૪૩ની આવક થઇ છે. આમ, એક જ મહિનામાં સરકારની તિજોરીમાં ૮૩,૩૯,૯૬,૧૧૦ રૂપિયાની આવક થઇ છે.

દર વખતની માફક આ વખતે પણ મોરબી રોડ પર સૌથી વધુ ૧૭૮૮ દસ્તાવેજ નોંધાયા હતા. જ્યારે બીજા ક્રમે મવડી સબ રજીસ્ટ્રાર કચેરીમાં ૧૨૮૯, ત્રીજા ક્રમે ગોંડલ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ૧૨૬૯, ચોથા ક્રમે રતનપર સબ રજીસ્ટ્રાર કચેરીમાં ૧૧૭૬ અને પાંચમાં ક્રમે રૈયા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ૧૦૨૯ દસ્તાવેજો નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા વિંછીયા સબ રજીસ્ટ્રાર કચેરીમાં એક માસમાં માત્ર ૪૮૫ દસ્તાવેજની નોંધણી થઇ છે.

દસ્તાવેજમાં મોબાઇલ અને ઇમેલ ફરજીયાત થાય તો આસામીઓને મળશે ફાયદો : એડવોકેટ જયભારત ધામેચા

આજના આધુનિક અને ડિજિટલ યુગમાં જો મિલકતના ખરીદ-વેચાણ સમયે જ તંત્ર અને જનતા બંનેના હિત માટે એક નાનકડો વ્યવહારૂ સુધારો કરવામાં આવે, તો આ સમસ્યા ખૂબ જ સરળતાથી હલ થઈ શકે તેમ છે. આ અંગે એક શ્રેષ્ઠ અને સકારાત્મક સૂચન એ છે કે જ્યારે પણ કોઈ જમીન કે કે પ્લોટનો દસ્તાવેજ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નોંધવામાં આવે, ત્યારે જ ખરીદનાર નાગરિકનું સંપૂર્ણ ફિઝિકલ સરનામું તો હોય જ, પરંતુ તેની સાથે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તેનો ચાલુ

મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડી પણ દસ્તાવેજમાં સત્તાવાર રીતે નોંધવાની પદ્ધતિ ફરજિયાત કરવી જોઈએ. જો આ ડિજિટલ વિગતો દસ્તાવેજ અને સરકારી રેવન્યુ રેકોર્ડના ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ હોય, તો ફિઝિકલ સરનામે નોટિસ ન પહોંચવાના કિસ્સામાં, કોઈપણ સરકારી કે અર્ધ-સરકારી તંત્ર પ્લોટ માલિકનો ઈમેલ કે મોબાઈલ નંબર દ્વારા સહેલાઈથી સીધો સંપર્ક સાધી શકે છે. આનાથી તંત્ર પણ પોતાની પૂર્વ સૂચના ડિજિટલ માધ્યમથી સીધી અને ઝડપથી માલિક સુધી પહોંચાડી શકે છે અને પ્રોપર્ટી ધારક પણ સમયસર પોતાની રજૂઆત કે સંમતિ આપી શકે છે. જો દસ્તાવેજમાં જ આ આખી ડિજિટલ વિગત સ્પષ્ટ હશે, તો મિલકત માલિક અને તંત્ર બંને વચ્ચે એક આદર્શ તાલમેલ જળવાઈ રહેશે અને પૂર્વ સૂચના વગર થતી કામગીરીના વિવાદો પર કાયમી બ્રેક લાગી જશે.

You Might Also Like

RTO દ્વારા GJ-03-QD સીરિઝના ગોલ્ડન-સિલ્વર ફેન્સી નંબરોનું ૮ જુલાઈથી પુનઃ ઇ-ઓક્શન

અકસ્માત કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતી કોર્ટ

ધોરણ-૧૨ની છાત્રા પર જૂનાગઢના નરાધમે દુષ્કર્મ આચરી બળજબરીથી કરાવી નાખ્યો ગર્ભપાત!

રાજકોટ ચક્કર મારી પરત ઘરે જતાં યુવાનનું ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં મોત

RTOની પોલ ખૂલી : AI ડ્રાઇવિંગ ટેસ્ટમાં ૫૭.૨૬ ટકા નાપાસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિરાણી હાઇસ્કૂલમાં ‘નશા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
રાજકોટ

વિરાણી હાઇસ્કૂલમાં ‘નશા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

Editor By Editor 4 days ago
સોનીબજારમાં હૃદય બંધ પડી જતાં બંગાળના યુવાનનું મોત
ખોડલધામના સર્વરોગ નિદાન કેમ્પમાં આરોગ્યસેવાનો મહાયજ્ઞ, 700થી વધુ લોકોએ લીધો લાભ
એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરતી સરકાર
 જેતપુર સિવિલમાં નવી બિલ્ડીંગનું કામ અટકયું સ્ટાફની અછતથી દર્દીઓ પરેશાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?