- હિમાચલ પ્રદેશમાં રાજકીય ઘમાસાણ
- સ્પીકરે 6 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા
- વ્હિપના ઉલ્લંઘન બદલ સ્પીકરે કરી કાર્યવાહી
હિમાચલ પ્રદેશના સ્પીકર કુલદીપ પઠાનિયાએ રાજ્યસભાની ચૂંટણીમાં બળવો કરનાર કોંગ્રેસના તમામ 6 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ 6 માનનીય ધારાસભ્યો વિરુદ્ધ ધારાસભ્ય અને મંત્રી હર્ષવર્ધન જી દ્વારા અમારા સચિવાલયને મળી હતી. જે બાદ તેમણે બંને પક્ષોને સાંભળીને પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.
વ્હિપનું કર્યુ હતુ ઉલ્લંઘન- સ્પીકર
સ્પીકર કુલદીપસિંહ પઠાનિયાએ કહ્યું કે ધારાસભ્યોએ ચૂંટણી તો કોંગ્રેસમાંથી લડી પરંતુ તેમણે પાર્ટીના વ્હિપનું ઉલ્લંઘન કર્યું હતું. પરંતુ વોટ આપ્યો ન હતો. મે દરેક પક્ષોને સાંભ્ળ્યા. મારા ઓર્ડરના 30 પેજ છે. મે બંને પક્ષોને સંપૂર્ણ રીતે સાંભળ્યા. જે ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા છે તેમનુ નામ સુધીર શર્મા, રવિ ઠાકુર, રાજેન્દ્ર સિંહ રાણા, ચૈતન્ય વર્મા, દેવેન્દર ભુટ્ટો અને ઇન્દર દત્ત લખનપાલ છે. આ તમામ ધારાસભ્યોએ વ્હિપનું ઉલ્લંઘન કર્યુ હતું,.
રાજ્યસભાની ચૂંટણીમાં શું થયુ હતું ?
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની એક બેઠક માટે ચૂંટણી હતી. તેને જીતવા માટે 35 ધારાસભ્યોના વોટની જરૂર હતી. કોંગ્રેસ પાસે 40 ધારાસભ્યો છે, તેથી પાર્ટીના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી હતી. જ્યારે ભાજપના 25 ધારાસભ્યો છે. તેમની પાસે 10 મત ઓછા હતા, છતાં પાર્ટીએ હર્ષ મહાજનને પોતાનો ઉમેદવાર બનાવ્યો.


