- હિન્દી ફિલ્મ અભિનેત્રી માનુસી છીલ્લર જામનગર એરપોર્ટ પર જોવા મળી
- ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ જામનગર એરપોર્ટ પર પહોચ્યા છે
- હાલ અનંત અંબાણીના પ્રિ-વેડિંગને લઇ બૉલીવુડ કલાકારોનો એરપોર્ટ પર ઘસારો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે ઉજવણીનો માહોલ છે. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન નક્કી થયા છે. જેમાં અંબાણી પરિવારે તેમના હોમટાઉન જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું છે. આ ફેટ પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ હાજરી આપવાના છે. જેમાં જામનગર એરપોર્ટ પર મિસ વર્લ્ડ રહી ચૂકેલ હિન્દી ફિલ્મ અભિનેત્રી માનુસી છીલ્લર જોવા મળી છે.
પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ હાજરી આપશે
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ હાજરી આપશે. તેમાં આજે જામનગર ખાતે હિન્દી ફિલ્મ અભિનેત્રી માનુસી છીલ્લર પહોંચી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે. ત્યારે આ લગ્નની નાની મોટી દરેક બાબત ટૉક ઓફ ધ ટાઉન બની ગઈ છે. ગુજરાતના જામનગરમાં પહેલી માર્ચથી ત્રીજી માર્ચ દરમિયાન અનંત-રાધિકાના પ્રિ વેડિંગ ઈવેન્ટ યોજાશે. આ ત્રણ દિવસના વિવિધ કાર્યક્રમોમાં દેશવિદેશની અનેક હસ્તીઓ હાજર રહેશે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ ઈવેન્ટનું કાર્ડ જાહેર
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ ઈવેન્ટનું કાર્ડ જાહેર થઈ ગયું છે. આ કાર્ડમાં પહેલી, બીજી અને ત્રીજી માર્ચે યોજાનારા કાર્યક્રમોની વિગતો જોવા મળે છે. પહેલી માર્ચે સાંજે 5:30 વાગ્યે કન્ઝર્વેટરીમાં ‘એન ઈવનિંગ ઈન એવરલેન્ડ’ નામનો કાર્યક્રમ યોજાશે. આ ઈવેન્ટનો ડ્રેસ કોડ છે, એલિગન્ટ કોકટેલ. આ દરમિયાન મહેમાનોને એક મેજિકલ વર્લ્ડની અનુભૂતિ થશે. તેમાં ગીતસંગીત અને નૃત્યની સાથે વિઝ્યુઅલ આર્ટિસ્ટ્રી અને સ્પેશિયલ સરપ્રાઈઝથી મહેમાનોનું મનોરંજન કરાશે.


