- PML-Nના સંસદીય દળે નવાઝ શરીફના પ્રસ્તાવને આપ્યું સમર્થન
- સરદાર અયાઝ સાદિક નેશનલ એસેમ્બલીના સ્પીકર તરીકે નોમિનેટ
- આવતીકાલે મળશે નવનિયુક્ત નેશનલ એસેમ્બલીનું પ્રથમ સત્ર
નવાઝ શરીફે સત્તાવાર રીતે પોતાના નાના ભાઈ શાહબાઝ શરીફને પ્રધાનમંત્રી પદ માટે નોમિનેટ કર્યા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના સંસદીય દળે બુધવારે 28 ફેબ્રુઆરીના રોજ નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ પદ માટે સિનિયર નેતા સરદાર અયાઝ સાદિકને પણ નોમિનેટ કર્યા છે. આ ઘટનાક્રમ નવી નેશનલ એસેમ્બલીના ઉદ્ઘાટન સત્રના એક દિવસ પહેલા સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, 8 ફેબ્રુઆરીના રોજ થયેલ સામાન્ય ચૂંટણીઓ બાદ ગુરુવારે 29 ફેબ્રુઆરીના રોજ નવી નેશનલ એસેમ્બલીની પહેલી બેઠક મળી હતી. PML-Nના કેન્દ્રીય ઉપસચિ અતાઉલ્લાહ તરારની બેઠક બાદ એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે PML-Nના સાંસદ સભ્યોની બેઠક બુધવારે પાર્ટી પ્રેસિડેન્ટ નવાઝ શરીફની અધ્યક્ષતામાં ઇસ્લામાબાદમાં યોજાઇ હતી.
અયાઝ સાદિક એસેમ્બલીના સ્પીકર તરીકે નોમિનેટ
તરારે જણાવ્યું કે નવાઝે સત્તાવાર રીતે પોતાના નાના ભાઈ શાહબાઝ શરીફને પ્રધાનમંત્ર પદ માટે અને પાર્ટીના વફાદાર સરદાર અયાઝ સાદિકને નેશનલ એસેમ્બલીના સ્પીકર પર માટે નોમિનેટ કર્યા છે. તેમણે જણાવ્યું કે સંસદીય દળે પ્રધાનમંત્રી પદ માટે 72 વર્ષીય શાહબાઝ શરીફના નામનું સમર્થન કર્યું છે.
ગુરુવારે મળશે નેશનલ એસેમ્બલીનું સત્ર
PML-Nએ ત્રણ વખત પ્રધાનમંત્રી રહી ચૂકેલા અને PML-N પ્રેસિડેન્ટ નવાઝ શરીફના નેતૃત્વમાં પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીના ઇનકાર બાદ કાર્યકાળ પૂર્ણ કરી રહેલા નેશનલ એસેમ્બલી અધ્યક્ષ રાજા પરવેઝ અશરફે ગુરુવારે નેશનલ એસેમ્બલીનું સત્ર બોલાવ્યું છે.
PTI-SICનો વિલય
આ પહેલા, રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ નેશનલ એસેમ્બલીનું સત્ર બોલાવવાનો ઇનકાર કરી દીધો હતો. તેમનો વિચાર હતો કે સંસદ પૂરી નથી થઈ, કારણ કે પાકિસ્તાન ચૂંટણી પંચ (ECP)એ PTI-SICના વિલય બાદ સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ (SIC)ને આરક્ષિત બેઠકોની ફાળવણી અંગેની હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નાથી કરી. જણાવી દઈએ કે, ઈમરાન ખાનની પાર્ટી PTIના સમર્થિત અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં વિજેતા બન્યા હતા. ત્યારબાદ, PML-N અને PPP છે.


