By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 day ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    3 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

Editor
Last updated: 2026/06/20 at 3:20 PM
2 hours ago
Share
રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ
SHARE

શાપરમાં રાજવીના ઘરમાં હથિયારધારી ટોળકીનો આતંક

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

આજે વહેલી સવારે 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાને મુક્કો મારી, મોઢે ડૂમો દઈ રૂમમાં પૂરી બુકાનીધારી ટોળકીના 5 લૂંટારૂઓએ ખેલ પાડ્યો

ઘરમાં કરોડોની રોકડ હોવાની ચોક્કસ માહિતી લૂંટારૂઓ સુધી કેવી રીતે પહોંચી? જાણભેદુની સંડોવણીની શંકા

ઘટનાસ્થળ નજીકથી ત્રણ બાઈક ચોરીની કડી પણ સામે આવી : જિલ્લામાં નાકાબંધી, સીસીટીવી અને ડોગ સ્કવોર્ડની મદદથી તપાસ તેજ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં શનિવારની વહેલી સવારે બનેલી એક સનસનીખેજ ઘટનાએ સમગ્ર સૌરાષ્ટ્રને ચોંકાવી દીધું છે. શાપર સ્ટેટના મોભી અને 77 વર્ષીય રાજવી જીતેન્દ્રસિંહ જાડેજાના નિવાસસ્થાને પાંચ બુકાનીધારી લૂંટારૂઓએ ધાડ પાડી તેમને બંધક બનાવી કુલ રૂ.2.49 કરોડની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.
મળતી માહિતી મુજબ, મોડી રાત્રે આશરે 1:30 વાગ્યે લોખંડના પાઈપ સહિતના ઘાતક હથિયારો સાથે પાંચ જેટલા શખ્સો ચોરીના ઈરાદે રાજવીના ઘરમાં ઘૂસ્યા હતા. ઘરમાં અવાજ થતાં જીતેન્દ્રસિંહ જાડેજા જાગી ગયા હતા. વૃદ્ધ રાજવી જાગી જતાં લૂંટારૂઓએ તરત જ તેમને કાબૂમાં લઈ લીધા હતા. મુક્કા મારીને અને મોઢે ડૂમો દઈ હથિયારના જોરે તેમને બંધક બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ એક રૂમમાં પૂરી બહારથી દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘરના મોભીને અસહાય બનાવી દીધા બાદ લૂંટારૂઓએ આખા મકાનમાં આતંક મચાવ્યો હતો. તિજોરી અને કબાટના તાળાં તોડી તેઓ રૂ.2.47 કરોડની રોકડ રકમ, અંદાજે રૂ.2 લાખના સોના-ચાંદીના દાગીના, એક રાયફલ અને મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયા હતા. આટલી મોટી રોકડ ઘરમાં હોવાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પરિવારના પ્લોટિંગ વ્યવસાયના વિવિધ સોદાઓમાંથી મળેલી રોકડ રકમ ઘરમાં રાખવામાં આવી હતી.
લૂંટારૂઓ ફરાર થયા બાદ લગભગ એક કલાક સુધી વૃદ્ધ રાજવી રૂમમાં બંધ રહ્યા હતા. ભારે મથામણ બાદ તેઓ રૂમમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જોકે તેમનો મોબાઈલ પણ લૂંટી લેવાયો હોવાથી અન્ય વ્યક્તિના ફોન પરથી પુત્ર જયવીરસિંહ જાડેજાને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ રાજકોટ ગ્રામ્ય પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.રેન્જ આઇજી નીલરિપ્ત રાય,  રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સહિતના ઉચ્ચ અધિકારીઓ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. શાપર પોલીસ, એલસીબી, એસઓજી, ડોગ સ્કવોર્ડ, એફએસએલ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની ટીમોએ તપાસ હાથ ધરી હતી. સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી ગુનેગારોના સગડ મેળવવાના પ્રયાસો શરૂ કરાયા છે.
આ દરમિયાન ઘટનાસ્થળ નજીક આવેલી એક સોસાયટીમાંથી ત્રણ બાઈક ચોરી થયાનું પણ સામે આવ્યું છે. પોલીસને આશંકા છે કે લૂંટારૂઓ આ ચોરાયેલા બાઈકમાં નાસી છૂટ્યા હોઈ શકે છે. તેથી તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પોલીસને એવી પણ શંકા છે કે ઘરમાં આટલી મોટી રોકડ હોવાની માહિતી કોઈ જાણભેદુ અથવા નજીકના વ્યક્તિએ લૂંટારૂઓ સુધી પહોંચાડી હોઈ શકે. હાલ જયવીરસિંહ જાડેજાની ફરિયાદના આધારે લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે ચારે તરફ નાકાબંધી કરી આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

ઘટનાની મુખ્ય વિગતો

શાપરમાં 2.49 કરોડની લૂંટ
77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાને બનાવ્યા બંધક
5 બુકાનીધારી શખ્સો ઘરમાં ઘૂસ્યા
રૂ.2.47 કરોડ રોકડની લૂંટ
રૂ.2 લાખના દાગીના પણ લઈ ગયા
રાયફલ અને મોબાઈલ પણ ચોરી ગયા

કેવી રીતે આપી ઘટનાને અંજામ?

ફિલ્મી સ્ટાઈલમાં ધાડ
રાત્રે 1:30 વાગ્યે ઘરમાં પ્રવેશ
અવાજ થતાં રાજવી જાગી ગયા
મુક્કા મારી કાબૂમાં લીધા
મોઢે ડૂમો દઈ રૂમમાં પૂર્યા
બાદમાં તિજોરી તોડી લૂંટ ચલાવી

એક કલાક સુધી રહ્યા કેદ

વૃદ્ધ રાજવીની સંઘર્ષગાથા
રૂમમાં બહારથી સાંકળ મારી
લગભગ એક કલાક સુધી બંધ રહ્યા
ભારે મથામણ બાદ બહાર નીકળ્યા
મોબાઈલ ન હોવાથી અન્યના ફોનથી પુત્રને જાણ

શું શું લૂંટાયું? લૂંટની યાદી

રોકડ : રૂ.2.47 કરોડ
દાગીના : રૂ.2 લાખ
રાયફલ : 1
મોબાઈલ ફોન : 1
કુલ મુદ્દામાલ : રૂ.2.49 કરોડ

ત્રણ બાઈક ચોરીની કડી

બાઈકમાં ભાગ્યાની શંકા
નજીકની સોસાયટીમાંથી 3 બાઈક ચોરી
લૂંટ પહેલા કે પછી ચોરી થયાની તપાસ
ચોરાયેલા બાઈકનો ઉપયોગ થયો હોવાની આશંકા
પોલીસે અલગથી તપાસ શરૂ કરી

કોણ છે જીતેન્દ્રસિંહ જાડેજા? રાજવી પરિવારનો વ્યવસાય

શાપર સ્ટેટના મોભી
પેટ્રોલ પંપ વ્યવસાય સાથે સંકળાયેલા
ખેતી ક્ષેત્રે પણ મોટું કામકાજ
પ્લોટિંગ અને રિયલ એસ્ટેટ વ્યવસાય
પુત્ર જયવીરસિંહ પરિવાર સાથે રાજકોટમાં રહે છે

પોલીસનો મેગા ઓપરેશન

ઘટના બાદ તંત્ર દોડતું થયું
એસપી વિજયસિંહ ગુર્જર સ્થળે પહોંચ્યા
એલસીબી, એસઓજીને તપાસ સોંપાઈ
ડોગ સ્કવોર્ડ અને એફએસએલ કાર્યરત
સીસીટીવી ફૂટેજની ચકાસણી
જિલ્લામાં ચારે તરફ નાકાબંધી

પોલીસની શંકા ક્યાં?

જાણભેદુ પર તપાસનો ફોકસ
ઘરમાં કરોડોની રોકડ હોવાની ચોક્કસ માહિતી
અંદરના માણસની સંડોવણીની આશંકા
નજીકના સંપર્કોની પૂછપરછ
આર્થિક વ્યવહારોની ચકાસણી
પોલીસ અનેક દિશામાં તપાસ કરી રહી છે

 

 

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

મંગળમાં ખોવાઈ ગયું નાસાનું યાન!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નવી ઔદ્યોગિક નીતિથી રાજકોટના ઉદ્યોગો વૈશ્વિક ફલક પર ચમકશે: ધારાસભ્ય રમેશ ટીલાળા
રાજકોટ

નવી ઔદ્યોગિક નીતિથી રાજકોટના ઉદ્યોગો વૈશ્વિક ફલક પર ચમકશે: ધારાસભ્ય રમેશ ટીલાળા

Editor By Editor 2 days ago
ક્રૂડમાં કડાકો, સોના-ચાંદીમાં સાવચેતીનો માહોલ
રાજકોટ રેલવે ડિવિઝનની પેન્શન અદાલતમાં ૨૨ કેસનો નિકાલ કરાયો
રાજકોટ બનશે ભારતનું પ્રથમ ૧૫ મિનિટ યોગા સિટી
 રાજયમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને શોધવા પોલીસે બનાવ્યું ખાસ પોર્ટુલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?