રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી
ફ્લેટ ખરીદનારાઓ માટે હાલનો સમય રેડી ટુ મૂવ (તૈયાર) ફ્લેટ ખરીદવા માટે એક સારો અવસર બની શકે છે. આગામી સમયમાં રાજકોટમાં નવા રહેણાંક પ્રોજેક્ટ્સની સંખ્યા મર્યાદિત રહેવાની શક્યતા છે. બાંધકામ ખર્ચમાં સતત વધારો થતાં નવા પ્રોજેક્ટ્સમાં ફ્લેટના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. નિષ્ણાતોના અનુમાન મુજબ, રેડી ટુ મૂવ ફ્લેટની સરખામણીએ નવા પ્રોજેક્ટ્સમાં અંદાજે 10 થી 25 ટકા સુધીનો ભાવ તફાવત જોવા મળી શકે છે.
ખાસ કરીને એફોર્ડેબલ સેગમેન્ટમાં આવતા 2 BHK ફ્લેટના નવા પ્રોજેક્ટ્સની સંખ્યા પણ ભવિષ્યમાં ખૂબ ઓછી રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં તૈયાર ફ્લેટ ખરીદનારને તરત જ કબજો, લોકેશનનો લાભ અને વર્તમાન ભાવનો ફાયદો મળી શકે છે. આથી બજારની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રેડી ટુ મૂવ ફ્લેટમાં રોકાણ કરવું ખરીદદારો માટે ફાયદાકારક નિર્ણય બની શકે છે.


