- ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લગભગ પાંચ મહિનાથી યુદ્ધ યથાવત્
- રફાહ શહેરમાં ઈઝરાયેલના હુમલામાં 11નાં મોત
- અમેરિકાએ ગાઝામાં તેના પ્લેનમાંથી ખાદ્ય ચીજવસ્તુઓ ઉતારી
ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લગભગ પાંચ મહિનાથી સંઘર્ષ ચાલી રહ્યો છે. યુદ્ધમાં ત્રીસ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઇઝરાયલી દળોએ શનિવારે રફાહ શહેરમાં એક હોસ્પિટલ નજીકના શરણાર્થી કેમ્પ પર બોમ્બમારો કર્યો હતો, જેમાં 11 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા અને 50 અન્ય ઘાયલ થયા હતા.
એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ શનિવારે કહ્યું કે ઇઝરાયેલ પ્રસ્તાવિત ગાઝા યુદ્ધવિરામ અને બંધક મુક્તિ કરાર માટે સંમત છે, પરંતુ હવે તે હમાસ પર નિર્ભર છે. અધિકારીએ કહ્યું કે ઈઝરાયેલે યુદ્ધવિરામ પ્રસ્તાવને લગભગ સ્વીકારી લીધો છે. પ્રસ્તાવ મુજબ, ગાઝામાં છ સપ્તાહના યુદ્ધવિરામની સાથે હમાસ બીમાર, ઘાયલ, વૃદ્ધો અને બંધક બનાવવામાં આવેલી મહિલાઓને પણ મુક્ત કરશે. અત્યારે બોલ હમાસના કોર્ટમાં છે. અમે શક્ય તેટલું યુદ્ધવિરામ માટે પ્રયાસ કરીશું.
અમેરિકાએ ગાઝામાં તેના પ્લેનમાંથી ખાદ્ય ચીજવસ્તુઓ ઉતારી
તે જ સમયે, અમેરિકાએ જોર્ડનના સહયોગથી શનિવારે ગાઝામાં કટોકટીની માનવતાવાદી સહાય તરીકે વિમાન દ્વારા ખાદ્ય ચીજોના 38,000 પેકેટો ઉતાર્યા હતા. અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે, રાહત સામગ્રીના 66 બંડલ છોડવામાં આવ્યા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડ અને જોર્ડનિયન એર ફોર્સે શનિવારે બપોરે 3 થી 5 વાગ્યાની વચ્ચે ગાઝામાં સંઘર્ષથી પ્રભાવિત નાગરિકો માટે આવશ્યક રાહત પુરવઠો એરડ્રોપ કર્યો હતો, યુએસ સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ સંયુક્ત ઓપરેશનમાં યુએસ એરફોર્સ અને RJAF C-130 એરક્રાફ્ટ સામેલ હતા. એર ડિલિવરી માટે બંડલ તૈયાર કરવામાં આવ્યા હતા અને સૈનિકોએ ખાદ્ય સહાયની સુરક્ષિત ડિલિવરી સુનિશ્ચિત કરી હતી.
રફાહ શહેરમાં ઈઝરાયેલના હુમલામાં 11નાં મોત
ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લગભગ પાંચ મહિનાથી સંઘર્ષ ચાલી રહ્યો છે. 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધમાં ત્રીસ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઇઝરાયલી દળોએ શનિવારે રફાહ શહેરમાં એક હોસ્પિટલ નજીકના શરણાર્થી કેમ્પ પર બોમ્બમારો કર્યો હતો, જેમાં 11 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા અને 50 અન્ય ઘાયલ થયા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇઝરાયલી દળોએ દેર અલ-બાલાહ અને જબાલિયામાં ત્રણ ઘરોને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં 17 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા.


