By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    4 hours ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    3 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: કાલાવડ રોડ પરથી 54.73 ગ્રામ મેફેડ્રોન સાથે ગોકુલનગરનો શખ્સ ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

કાલાવડ રોડ પરથી 54.73 ગ્રામ મેફેડ્રોન સાથે ગોકુલનગરનો શખ્સ ઝડપાયો

Editor
Last updated: 2026/08/20 at 3:20 PM
28 minutes ago
Share
કાલાવડ રોડ પરથી 54.73 ગ્રામ મેફેડ્રોન સાથે ગોકુલનગરનો શખ્સ ઝડપાયો
SHARE

કાલાવડ રોડ પરથી 54.73 ગ્રામ મેફેડ્રોન સાથે ગોકુલનગરનો શખ્સ ઝડપાયો

SOG એ 2.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, અગાઉ ચોરી સહિતના બે ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનો ખુલાસો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા માટે ચાલી રહેલા “SAY NO TO DRUGS” અભિયાન અંતર્ગત રાજકોટ શહેર SOGએ કાલાવાડ રોડ પર કાર્યવાહી કરી મેફેડ્રોનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીના કબજામાંથી 54.730 ગ્રામ મેફેડ્રોન, મોબાઇલ ફોન, મોટરસાઇકલ, રોકડ સહિત કુલ રૂ.2,59,510નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી SOG PI એન.બી. ચૌધરીની રાહબરી હેઠળ PSI વી.વી. ધ્રાંગુના માર્ગદર્શન હેઠળ ટીમ નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી અંગે બાતમીના આધારે વોચમાં હતી. દરમિયાન તા.19 ઓગસ્ટે SOGના કર્મચારીઓને બાતમી મળી હતી કે, અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ તોશીફભાઈ આરીફભાઈ તુરીયા મોટરસાઇકલ નં. GJ-03-PL-5916 લઈને કાલાવાડ રોડ પર રામેશ્વર પાર્ટી પ્લોટના ખૂણા પાસે આવવાનો છે અને તેની પાસે MD ડ્રગ્સનો જથ્થો છે.
બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો શખ્સ મોટરસાઇકલ સાથે ત્યાં પહોંચતા પોલીસે તેને કોર્ડન કરી ઝડપી લીધો હતો. અંગજડતી દરમિયાન તેના કબજામાંથી મેફેડ્રોનનો જથ્થો મળી આવતા પોલીસે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આરોપી પાસેથી 54.730 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો, અંદાજે રૂ.1,64,190ની કિંમતનો, તેમજ રૂ.80,000ની કિંમતની હોન્ડા સાઇન મોટરસાઇકલ, વિવો કંપનીનો ટચસ્ક્રીન મોબાઇલ ફોન, રૂ.320 રોકડા અને મેફેડ્રોનના પેકિંગ માટેની પ્લાસ્ટિકની નાની વેક્યુમ પેક કોથળીઓ મળી કુલ રૂ.2,59,510નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઝડપાયેલ આરોપીની ઓળખ તોશીફભાઈ સ/ઓ આરીફભાઈ તુરીયા (ઉ.વ.26), વ્યવસાયે ડ્રાઇવિંગ, રહે. ગોકુલનગર શેરી નં.3, કોઠારિયા મેઇન રોડ, નિઝામબાપુના મકાનમાં ભાડેથી, રાજકોટ તરીકે થઈ છે. પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં IPC કલમ 379 હેઠળ ચોરીનો તેમજ વર્ષ 2021માં IPC કલમ 269 સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું બહાર આવ્યું છે.
આ મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મેફેડ્રોનનો જથ્થો ક્યાંથી મેળવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો મેળવવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક પરીક્ષણ અંગે FSL અધિકારી કે.એમ. તાવીયાએ અભિપ્રાય આપ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. SOGની કાર્યવાહીમાં PI એન.બી. ચૌધરી, PSI વી.વી. ધ્રાંગુ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

You Might Also Like

સિધ્ધનાથ ટ્રસ્ટ દ્વારા લાઇબ્રેરીયન ડે અંતર્ગત પરીસંવાદ યોજાયો

સેરેનીટી ગાર્ડન લાફીંગ કલબ દ્વારા આરોગ્યલક્ષી ભવ્ય શિબિર યોજાઇ

રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાર્પણ

મંત્ર ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોએ શૈક્ષણિક મુલાકાત લીધી

જન્માષ્ટમીની ધર્મ યાત્રાના અધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાળાની વરણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વોર્ડ નં.૧પમાં ગંજીવાડા શેરી નં.૧ થી ૭માં રૂ.૧૪.૨૦ લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન કામનું ખાતમુહૂર્ત
રાજકોટ

વોર્ડ નં.૧પમાં ગંજીવાડા શેરી નં.૧ થી ૭માં રૂ.૧૪.૨૦ લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન કામનું ખાતમુહૂર્ત

Editor By Editor 2 days ago
પ્રેમમાં નિષ્ફળતા બાદ શાપરના યુવાને ઝેરી દવા ગળી જીવન ટૂંકાવ્યું
રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
80 હજાર CCTV કેમેરા જોડાશે એક નેટવર્કમાં
શ્રાવણ માસમાં આરોગ્ય સાથે ચેડાં કરનારા સામે RMC ની લાલ આંખ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?