- સરકારી વેર હાઉસમાં ચોરીનો બનાવ
- ગોડાઉનમાંથી રાયડાની 675 બોરીની ચોરી
- ગોડાઉનની બારી તોડી ચણા અને રાયડાની બોરીની ચોરી
જસદણના લીલાપુરમાં આવેલ રાજ્ય સરકારના વેરહાઉસમાં ત્રાટકેલા તસ્કરોએ રૂ.20.23 લાખના રાયડાની ૬૭૫ બોરી ચોરી કરી નાસી છૂટયા છે.બીજી તરફ જસદણ પોલીસે ગુનો નોંધી શંકમદ વ્યકિતઓની પૂછપરછ હાથધરી છે,આ બનાવ અંગે લીલાપુર વેરહાઉસ કોર્પોરેશનમાં ગોડાઉન મેનેજર તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ફરિયાદી બન્યા છે,ગોડાઉન નંબર 1 અને 2 ખાલી હતા.તો ગોડાઉન નંબર 3 અને 4માં રાયડો તથા ચણા ભરેલા હતા.
CCTV કેમેરાવિનાનું વેરહાઉસ
વેરહાઉસમાં CCTV કેમેરા નથી.તો ગોડાઉન મેનેજર ગોંડલ તાલુકાના ૧૦ વેરહાઉસ અને વિંછીયાનું એક વેરહાઉસનું કામ સંભાળે છે. લીલાપુર વેરહાઉસમાં સિકયુરીટી ગાર્ડનો ફોન આવ્યો કે, વેરહાઉસની બહાર રાયડો વેરાયેલ છે અને એક બાજુની બારી તૂટેલી છે,તેથી મેનેજર વેરહાઉસે આવ્યા અને ગોડાઉનમાં જોયુ તો ગોડાઉન નંબર 5માં રાયડાનો જથ્થો હતો,જેના કારણે તેમણે પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી
ગોડાઉનમાં કેટલો હતો જથ્થો
ગોડાઉનમાં રહેલ જથ્થો 11293 બોરી પૈકી 10618 બોરી હતી.તો રાયડાની ખરીદીની એક બોરીનો ભાવ રૂ 2997 હતો. જેથી વેરહાઉસમાંથી રાયડાની 675 બોરી રૂ 20,23,312નો મુદ્દામાલ કોઈ અજાણ્યા શખ્સોએ વેરહાઉસમાં ઘુસી ચોરી કરી ગયાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે શકમંદોને પકડીને પૂછપરછ હાથધરી છે.હજી સુધી કોઈ ચૌક્કસ આરોપીઓની ભાળ મળી નથી.


