- WPLની 10મી મેચ ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે
- ગુજરાત જાયન્ટ્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
- ગુજરાતની ટીમ વુમન્સ પ્રીમિયર લીગ 2024માં તેની પ્રથમ જીતની શોધમાં છે
આજે વુમન્સ પ્રીમિયર લીગ 2024ની 10મી મેચ ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. મેચમાં ટોસ જીત્યા બાદ ગુજરાત જાયન્ટ્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તમને જણાવી દઈએ કે, જ્યાં એક તરફ ગુજરાત જાયન્ટ્સ ટીમ આ સિઝનમાં એક પણ મેચ જીતી શકી નથી, તો બીજી તરફ દિલ્હી કેપિટલ્સ ટીમ ત્રણમાંથી 2 મેચ જીતી શકી છે. દિલ્હીને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતની ટીમ વુમન્સ પ્રીમિયર લીગ 2024માં તેની પ્રથમ જીતની શોધમાં છે. તમને જણાવી દઈએ કે, આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ
વિમેન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ત્રણ મેચ રમાઈ છે. જેમાંથી ગુજરાત જાયન્ટ્સે 2 મેચ અને દિલ્હી કેપિટલ્સે એક મેચ જીતી છે. જો આ સીઝનની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે એક મેચ રમાઈ ચૂકી છે. જેમાં દિલ્હી કેપિટલ્સનો 10 વિકેટે વિજય થયો હતો. આ મેચમાં ગુજરાતની ટીમ માત્ર 105 રન જ બનાવી શકી હતી. જે દિલ્હી કેપિટલ્સે 7.1 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. આ મેચમાં દિલ્હી તરફથી શેફાલી વર્માએ 76 રનની અણનમ ઇનિંગ રમી હતી અને લેનિંગે 21 રનની ઇનિંગ રમી હતી.
આ ખેલાડીઓ પર નજર રહેશે
આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સની શફાલી વર્મા અને મેગ લેનિંગ ખૂબ સારા ફોર્મમાં જોવા મળી છે. આવી સ્થિતિમાં આજે ફરી દિલ્હી કેપિટલ્સ આ બંને ખેલાડીઓ પાસેથી શાનદાર બેટિંગની અપેક્ષા રાખશે. આ સિવાય ગુજરાતની કેપ્ટન બેથ મૂની પણ સારા ફોર્મમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત ગુજરાતના હરલીન દેઓલ અને એશ્લે ગાર્ડનર જેવા ખેલાડીઓ પર પણ નજર રાખવામાં આવનાર છે.
દિલ્હીની પ્લેઈંગ ઈલેવન: મેગ લેનિંગ (C), શફાલી વર્મા, એલિસ કેપ્સી, જેમિમાહ રોડ્રિગ્સ, એનાબેલ સધરલેન્ડ, જેસ જોનાસન, અરુંધતી રેડ્ડી, તાનિયા ભાટિયા (Wk), તિતાસ સાધુ, રાધા યાદવ, શિખા પાંડે.
ગુજરાતની પ્લેઇંગ ઇલેવન: લૌરા વોલ્વાર્ડ, બેથ મૂની (wk/c), ફોબી લિચફિલ્ડ, એશ્લે ગાર્ડનર, વેદા કૃષ્ણમૂર્તિ, દયાલન હેમલથા, કેથરીન બ્રાઈસ, તનુજા કંવર, મેઘના સિંહ, મન્નત કશ્યપ, તરન્નુમ પઠાણ.


