- મુંબઈના GSTના આસિ. કમિશનરની પુત્રીનો આપઘાત
- B.Techની પરીક્ષામાં નાપાસ થયા બાદ હતી તણાવમાં
- પ્લાસ્ટિકની બેગ મોઢે પહેરીને બેગ બંધ કરી આપઘાત
સુરતમાં 20 વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. જેમાં મુંબઈના GSTના આસિ. કમિશનરની પુત્રીએ આપઘાત કરતા ચકચાર મચી છે. B.Techની પરીક્ષામાં નાપાસ થયા બાદ તણાવમાં હતી. જેમાં પ્લાસ્ટિકની બેગ મોઢે પહેરીને બેગ બંધ કરી આપઘાત કર્યો છે.
પોતાના બંને હાથ પણ લોક કરી દીધા હતા
પોતાના બંને હાથ પણ લોક કરી દીધા હતા. તેમજ સ્યુસાઈડ નોટ લખીને વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. તેમાં મોત માટે કોઈ જવાબદાર ન હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ છે. અભ્યાસમાં નાપાસ થવાના ડરના કારણે આપઘાત કર્યો છે. વિદ્યાર્થીનીનું નામ મનઉશ્રી કે વેક્ટસન નાયકર હતું. જે સ્કેટ કોલેજમાં બીટેકનો અભ્યાસ કરી રહી હતી. સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ છે કે મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી, તમને બંનેને અભિમાન થાય તેવું કોઈ કામ કર્યું નથી. જો મેં વધારે મહેનત કરી હોત તો પરિણામ કંઈ બીજું આવત, હું ભારણ બનવા માંગતી નથી. આગામી સેમેસ્ટરની ફી પાછી મળી જાય તે માટે કાગળિયાની પ્રિન્ટ કાઢી છે. જેમા સ્યુસાઈડ નોટ યુવતીએ અંગ્રેજીમાં લખી હતી.
મનઉશ્રીએ થોડા સમય પહેલાં જ બીટેકના સેમેસ્ટરની પરીક્ષા આપી હતી
મૃતકને અન્ય એક ટ્વિન્સ બહેન છે. મનઉશ્રીએ થોડા સમય પહેલાં જ બીટેકના સેમેસ્ટરની પરીક્ષા આપી હતી. જેમાં નાપાસ થયા બાદ માનસિક તણાવમાં આવી ગઈ હતી. તે દરમિયાન અંતિમ પગલું ભરી લીધું હતું.


