- આર્થિક બેહાલ બનેલા ઇજીપ્તે વેચવા કાઢ્યા શહેરો અને પ્રવાસન સ્થળો
- સાઉદી અરેબિયા સહિત અન્ય સમૃદ્ધ દેશો ઉઠાવી રહ્યા છે ફાયદો
- ઇજિપ્તે અલ-હેકમા શહેર અને કેટલીન્ક જૂની હોટલો UAEને સોંપી દીધી
હાલમાં ઇજિપ્તની આર્થિક સ્થિતિ સારી નથી, તેથી ઇજિપ્તે પોતાના શહેરો, હોટલ્સ અને પ્રવાસન સ્થળો વેચવા કાઢ્યા છે. ઇજિપ્તને પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે વધુને વધુ નાણાંની જરૂર છે, તેથી ઇજિપ્ત પાસે કોઈ વિકલ્પ નથી. સાઉદી અરેબિયા સહિત અન્ય સમૃદ્ધ દેશો તેનો સીધો ફાયદો ઉઠાવી રહ્યા છે. સાઉદી અરેબિયા અને UAE ઇજિપ્તમાં મોટા પાયે રોકાણ કરી રહ્યા છે.
ઇજિપ્તે તાજેતરમાં પોતાનું શહેર અલ-હેકમા UAEને સોંપી દીધું છે. આ ઉપરાંત ઇજિપ્તની ઘણી જૂની હોટેલો પણ UAEની કંપનીઓએ ખરીદી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇજિપ્ત ટૂંક સમયમાં લાલ સાગરના જાણીતા પર્યટન સ્થળ રાસ ગામિલા પણ સાઉદી અરેબિયાને સોંપી શકે છે.
મીડિયા દ્વારા એવો અહેવાલ આપ્યો છે કે રાસ ગામિલા અંગે ઇજિપ્ત અને સાઉદી અરેબિયા વચ્ચે સમજૂતી થવાની છે. ઈજીપ્ત આ ઐતિહાસિક પ્રવાસન સ્થળને 15 અબજ ડોલરમાં સાઉદીને સોંપશે. સાઉદી રાસ ગામિલાનો વિકાસ કરીને મોટી રકમ એકઠી કરશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇજિપ્તના પ્રધાનમંત્રી ટૂંક સમયમાં આ ડીલની જાહેરાત કરી શકે છે.
સાઉદી અરેબિયાએ સૌથી મોટી બોલી લગાવી છે
સાઉદી ઓકાઝ અખબાર અનુસાર, ઇજિપ્તે રાસ ગામિલાના વિકાસ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું, જેમાં સાઉદી અરેબિયાએ સૌથી મોટી 15 અબજ ડોલરની બોલી લગાવી છે. તેના પર ઇજિપ્તની સરકાર વિચાર કરી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર, ઇજિપ્તની સરકારને સાઉદી અરેબિયા અને કતાર તરફથી પણ બિડ મળ્યા છે, જેના આધારે સરકાર બે મહિનામાં વિજેતાની જાહેરાત કરશે.
રાસ અલ-હિકમા અને એલેક્ઝાન્ડ્રિયાની થઈ ચૂકી છે ડીલ
બીજી તરફ ઇજિપ્ત આરબ અમીરાતને રાજધાની કૈરોથી લગભગ 350 કિમી દૂર આવેલા રાસ અલ-હિકમા વિસ્તારને વેચવાની તૈયારી કરી રહ્યું છે. આ વિસ્તાર આપવાના બદલામાં ઇજિપ્ત આરબ અમીરાત પાસેથી 22 અબજ ડોલરની રકમ વસૂલ કરશે. આ ઉપરાંત ઇજિપ્ત તેના ઐતિહાસિક શહેર એલેક્ઝાન્ડ્રિયાને તુર્કીને વેચી રહ્યું છે. આ શહેરને ખરીદ્યા બાદ તુર્કી ઇજિપ્તમાં એક મોટું બંદર બનાવશે.


