- લોકસભાની ચૂંટણીને લઇ ભાજપની નવી રણનીતિ ઘડાઇ
- જેપી નડ્ડાએ હિમાચલની રાજ્યસભા બેઠક પરથી રાજીનામું
- ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય જ રહેશે જેપી નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલની રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું છે, જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય જ રહેશે. મંગળવારે જ તેમણે પોતાનું રાજીનામું રાજ્યસભાના અધ્યક્ષને મોકલી આપ્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું હતું.
નડ્ડા 27મી ફેબ્રુઆરીએ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા
હિમાચલ પ્રદેશની રાજ્યસભા બેઠક પર જેપી નડ્ડાનો કાર્યકાળ 2 એપ્રિલે પૂરો થશે. અહીં ચૂંટણી થઈ છે અને હર્ષવર્ધન ઠાકુર જીત્યા છે. જ્યારે જેપી નડ્ડા 27મી ફેબ્રુઆરીએ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે, તેથી જેપી નડ્ડાએ હિમાચલની રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ રહેશે. એક વ્યક્તિ બે જગ્યાએથી સાંસદ ન બની શકે. આથી જેપી નડ્ડાએ હિમાચલના સાંસદ પદેથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે તેમનું સભ્યપદ ચાલુ રાખશે.


