- તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ PMના કર્યા વખાણ
- રેવન્ત રેડ્ડીએ PM મોદીને પોતાના મોટા ભાઈ ગણાવ્યા
- ગુજરાત જેવા વિકાસ તેલંગાણામાં કરવા અપીલ કરી
રાજકારણમાં સંબંધો મોટાભાગે રાજકારણથી આગળ જતા હોય છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી કોંગ્રેસ પાર્ટીના હોવા છતાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મોટા ભાઈ ગણાવ્યા છે. તેમણે PM મોદીને ગુજરાતની જેમ તેલંગાણામાં વિકાસ લાવવામાં મદદ કરવા અપીલ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મોટા ભાઈ ગણાવતા તેલંગાણાના મુખ્યમંત્રીએ સમર્થનની અપીલ કરી છે. પીએમ મોદીને મોટા ભાઈ ગણાવતા તેમણે કહ્યું કે વડાપ્રધાને ગુજરાતની તર્જ પર તેલંગાણામાં વિકાસ કાર્યો માટે રાજ્યની કોંગ્રેસ સરકારને સમર્થન આપવું જોઈએ. કોંગ્રેસ નેતાએ સોમવારે કેન્દ્ર સાથેના મુકાબલાને બાજુ પર રાખવા અને સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવાનો સંકેત આપ્યો હતો. અદિલાબાદમાં એક કાર્યક્રમમાં PM મોદીની હાજરીમાં CM રેવંત રેડ્ડીએ કહ્યું કે, PM મોદીએ તેલંગાણાને ગુજરાતની જેમ વિકસ લાવવામાં મદદ કરવી જોઈએ. તેમણે કહ્યું કે, તેલંગાણા દેશનું પાંચમું સૌથી મોટું શહેર છે.


