- 13 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું
- અમદાવાદમાં તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું
- ગાંધીનગર 12.4 ડિગ્રી, ડીસામાં 11.4 ડિગ્રી
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. જેમાં 13 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું છે. તેમજ 9.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તથા અમદાવાદમાં તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું છે. અને ગાંધીનગર 12.4 ડિગ્રી, ડીસામાં 11.4 ડિગ્રી, ભુજમાં 13.2 ડિગ્રી, કંડલામાં 12.8 ડિગ્રી તાપમાન રહ્યું છે.
રાજ્યમાં માર્ચ મહિનો ગરમ રહેશે
રાજકોટમાં 10.4 ડિગ્રી, અમરેલીમાં 13 ડિગ્રી તેમજ પોરબંદરમાં 10.6 ડિગ્રી, કેશોદમાં 10 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનનોથી તાપમાન ગગડ્યું છે. હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આજથી રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાશે. તેમજ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રી વધારો થશે. તથા 5 માર્ચથી રાજ્યમાં ગરમી અનુભવાશે.
રાજ્યમાં કમોસમી વરસાદથી રાહત મળશે
રાજ્યમાં કમોસમી વરસાદથી રાહત મળશે. તથા રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું છે. ત્યારે 9.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. બે દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ કમોસમી વરસાદે ધોધમાર રીતે એન્ટ્રી કરી હતી. રાજકોટમાં સહિતના આસપાસના ગામડામાં કમોમસી વરસાદે ચોમાચા જેવો માહોલ સર્જ્યો હતો. ભાવનગરમાં માવઠાના કારણે શહેરમાં વરસાદ નોંધાયો છે. ગાંધીનગર જિલ્લામાં પણ મહામાં અષાઢ જેવો મહાલો સર્જાયો હતો. જિલ્લામાં બદલાયેલા હવામાનના પગલે કમોસમી વરસાદ બાદ તાપમાનનો પારો ગગડતા ઠંડીમાં વધારો થયો છે.


