- 780 વોટ પક્ષમાં અને 72 વોટ વિરોધમાં
- ગર્ભપાતની કાયદાકીય ગેરેંટી આપનારો એકમાત્ર દેશ બન્યો
- એફિલ ટાવર પર ‘માય બોડી માય ચોઈસ’ની સાથે ઉજવણી કરાઈ
ફ્રાન્સના સાંસદોએ સોમવારે સંસદના એક સંયુક્ત સત્રમાં દેશમાં ગર્ભપાતને મહિલાઓના સંવિધાનિક અધિકાર બનાવવાના વિધેયકને મંજૂરી મળી છે. તેને લઈને મતદાન કરવામાં આવ્યું અને તેના પક્ષમાં 780 વોટ પડ્યા તો વિરોધમાં 72 વોટ મળ્યા. આ સાથે ફ્રાન્સ એક સંવિધાનિક અધિકારના રૂપમાં ગર્ભપાતની સ્પષ્ટ રીતે ગેરેંટી આપનારો એકમાત્ર દેશ બન્યો છે. અર્બોશન રાઈટ્સ એક્ટિવિસ્ટ સેન્ટ્રલ પેરિસમાં ભેગા થઈને પોતાની ખુશી વ્યક્ત કરાઈ. આ પછી એફિલ ટાવર પર ‘માય બોડી માય ચોઈસ’ની સાથે ઉજવણી કરાઈ.
ફ્રાન્સનું ગૌરવ
મળતી માહિતિ અનુસાર રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોને આ પગલાને ફ્રાન્સીસી ગૌરવ જાહેર કર્યું છે. તેને એક યૂનિવર્સલ મેસેજ આપ્યો છે. જો કે ગર્ભપાત વિરોધી ગ્રૂપે આ પગલાની નિંદા કરી છે. ફ્રાન્સમાં 1975માં ગર્ભપાત કાયદાકીય રહ્યો છે. હાલમાં એક પોલમાં લગભગ 85 ટકા જનતાને ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાના અધિકારની રક્ષાને માટે સંવિધાનમાં સંશોધન કરવાનું સમર્થન કર્યું.
વિરોધીઓએ કહ્યું આવું
મરીન લે પેને કહ્યું કે મેક્રોન દેશમાં ગર્ભપાતનો અધિકાર મોટું સમર્થનને જોતાં રાજકીય ફાયદાનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓએ એમ પણ કહ્યું કે અમે તેને સંવિધાનમાં સામેલ કરવા માટે મતદાન કરીશું કેમકે અમને તેનાથી કોઈ સમસ્યા નથી. જો કે તેઓએ કહ્યું કે તેને એક ઐતિહાસિક પગલું કહેવું એ અતિશયોક્તિ હશે કેમકે ફ્રાન્સમાં કોઈ પણ ગર્ભપાતના અધિકાને જોખમમાં નાંખી રહ્યું નથી. તો અન્ય તરફ કેથોલિક પરિવારના એસોસિયેશનના અધ્યક્ષ પાસ્કલે મોરિનિયરે આ પગલાને ગર્ભપાત વિરાધી પ્રચારકોની હાર ગણાવી છે. તેમણે કહ્યું કે આ મહિલાઓ માટે પણ એક હાર છે અને ચોક્કસ રીતે તે તમામ બાળકો માટે જે દુનિયામાં આવી શકશે.


