By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 hours ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 day ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    3 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    4 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: કિલર હાઈવે પર હવે AI નો પહેરો, બેફામ સ્પીડને બ્રેક લાગશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

કિલર હાઈવે પર હવે AI નો પહેરો, બેફામ સ્પીડને બ્રેક લાગશે

Editor
Last updated: 2026/08/21 at 3:14 PM
6 minutes ago
Share
કિલર હાઈવે પર હવે AI નો પહેરો, બેફામ સ્પીડને બ્રેક લાગશે
SHARE

કિલર હાઈવે પર હવે AI નો પહેરો, બેફામ સ્પીડને બ્રેક લાગશે

દેશમાં સૌથી વધુ અકસ્માતવાળા 10 નેશનલ હાઈવે AI સેફટી ઝોન બનશે : કેમેરા-સેન્સર વાહનની સ્પીડ અને ડ્રાઈવિંગ પેટર્ન પર રાખશે નજર

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

દેશના નેશનલ હાઈવે પર સતત વધી રહેલા અકસ્માતો અને મોતને કાબૂમાં લેવા કેન્દ્ર સરકાર હવે ટેક્નોલોજીનો સહારો લેવા જઈ રહી છે. દેશના સૌથી વધુ અકસ્માતપ્રવણ ગણાતા 10 કિલર હાઈવે ને તબક્કાવાર AI નિયંત્રિત સેફટી ઝોનમાં ફેરવવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ હાઈવે દેશના કુલ નેશનલ હાઈવે નેટવર્કના આશરે 12 ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ દેશભરમાં થતા અકસ્માતો અને મૃત્યુમાં તેમની ભાગીદારી 35 ટકાથી વધુ હોવાનું સામે આવ્યું છે.
છેલ્લા ત્રણ વર્ષમાં નેશનલ હાઈવે પર એક લાખથી વધુ અકસ્માતો નોંધાયા છે, જેમાં 48 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. ખાસ કરીને બ્લેક સ્પોટ, ઓવર સ્પીડિંગ, બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ અને જોખમી ઓવરટેકિંગને કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. હવે આવા વિસ્તારોમાં માત્ર ટ્રાફિક પોલીસ પર નિર્ભર રહેવાને બદલે AI આધારિત મોનિટરિંગ સિસ્ટમ કામ કરશે.
સામાન્ય રીતે નેશનલ હાઈવે પર દર 100 કિલોમીટરે સરેરાશ ચાર બ્લેક સ્પોટ જોવા મળે છે. જોકે, આ 10 સૌથી જોખમી હાઈવે પર દર 100 કિલોમીટરે 14થી 18 જેટલા બ્લેક સ્પોટ છે. એટલે કે અહીં અકસ્માતનું જોખમ રાષ્ટ્રીય સરેરાશ કરતાં અનેક ગણું વધારે છે.
આ સમસ્યાના ઉકેલ માટે માર્ગ પરિવહન મંત્રાલય, NHAI અને ઓટોમોટિવ રિસર્ચ ક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા સેફટી ઝોનની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. AI કેમેરા, GPS અને સેન્સર આધારિત સિસ્ટમ રસ્તા પર ચાલતા વાહનોની ગતિ અને ડ્રાઈવિંગ પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરશે.
વાહન નિર્ધારિત સ્પીડ લિમિટથી ઉપર જશે તો સિસ્ટમ તરત જ ઓડિયો-વિઝ્યુઅલ એલર્ટ આપશે. જોખમી વળાંક, બ્લેક સ્પોટ અથવા નિર્ધારિત માર્ગ સીમા અંગે પણ ડ્રાઈવરને અગાઉથી ચેતવણી મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આથી ડ્રાઈવર સમયસર સ્પીડ ઘટાડીને અકસ્માત ટાળી શકશે.
વિશ્વના અનેક દેશોમાં આવી ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. યુરોપિયન યુનિયનમાં નવી કારોમાં ઇન્ટેલિજન્ટ સ્પીડ આસિસ્ટન્સ જેવી સુવિધાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જ્યારે અમેરિકામાં સ્પીડ વોર્નિંગ અને ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ જેવી સલામતી ટેક્નોલોજી પર ભાર મૂકવામાં આવ્યો છે.
ભારતમાં પણ હવે અકસ્માત થયા પછી કાર્યવાહી ના બદલે અકસ્માત પહેલાં ચેતવણી આપવાની દિશામાં AIને ઉપયોગમાં લેવાનો પ્રયાસ છે. જો યોજના સફળ રહેશે તો દેશના સૌથી ઘાતક હાઈવે પર ટેક્નોલોજીનો આ પહેરો હજારો જિંદગીઓને બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ 10 હાઈવે પર સૌથી વધુ જોખમ

દેશના કુલ હાઈવે નેટવર્કનો માત્ર આશરે 12 ટકા હિસ્સો ધરાવતા આ 10 હાઈવે અકસ્માતો અને મૃત્યુના આંકડામાં 35 ટકાથી વધુ યોગદાન આપે છે. આ માર્ગો પર બ્લેક સ્પોટની સંખ્યા પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં અનેક ગણી વધારે છે. તેથી સૌપ્રથમ આવા હાઈવે પર AI સેફટી ઝોન વિકસાવવાની યોજના છે.

દેશના સૌથી ઘાતક હાઈવે

NH-44 દિલ્હીથી કન્યાકુમારી : અકસ્માતોમાં આશરે 8,920 લોકોનાં મોત
NH-48 દિલ્હી-ગુરૂગ્રામ-જયપુર-મુંબઈ : આશરે 7,110 લોકોનાં મોત
NH-19 દિલ્હીથી કોલકાતા : આશરે 14,200 અકસ્માતોમાં 5,840 મોત
NH-47 ઝાંસીથી પોરબંદર : અકસ્માતોમાં આશરે 3,500 લોકોનાં મોત

AI કેવી રીતે બચાવશે જિંદગી?

હાઈવે પર લગાવવામાં આવેલા AI કેમેરા અને GPS સેન્સર વાહનના ડેશબોર્ડ સાથે કનેક્ટ થઈ શકશે. વાહન જોખમી ઝોનમાં પ્રવેશે ત્યારે સિસ્ટમ ડ્રાઈવરને ઓડિયો અને વિઝ્યુઅલ એલર્ટ આપશે. સ્પીડ મર્યાદા ઓળંગતા જ એલાર્મ વાગશે અને ડ્રાઈવરને ગતિ ઘટાડવા ચેતવણી મળશે.

બ્લેક સ્પોટ બન્યા અકસ્માતના સૌથી મોટા હબ

નેશનલ હાઈવે પર દર 100 કિલોમીટરે સરેરાશ ચાર બ્લેક સ્પોટ છે. પરંતુ સૌથી વધુ અકસ્માતવાળા 10 હાઈવે પર આ પ્રમાણ વધીને 14થી 18 બ્લેક સ્પોટ પ્રતિ 100 કિલોમીટર સુધી પહોંચે છે. આ જોખમી પોઈન્ટને AI મોનિટરિંગ હેઠળ લાવવાનો મુખ્ય હેતુ અકસ્માત પહેલાં જ ડ્રાઈવરને સાવચેત કરવાનો છે.

વિદેશમાં પહેલેથી જ સ્માર્ટ સેફટી

યુરોપિયન યુનિયનમાં નવી કારોમાં ઇન્ટેલિજન્ટ સ્પીડ આસિસ્ટન્સ જેવી ટેક્નોલોજી દ્વારા ડ્રાઈવરને સ્પીડ અંગે ચેતવણી આપવાની વ્યવસ્થા અમલમાં છે. GPS અને કેમેરા આધારિત સિસ્ટમ રસ્તાની ગતિમર્યાદા ઓળખીને ડ્રાઈવરને સચેત કરે છે. અમેરિકામાં પણ સ્પીડ વોર્નિંગ અને ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ જેવી સલામતી ટેક્નોલોજી પર ભાર મૂકવામાં આવ્યો છે.

You Might Also Like

યાત્રાધામ વીરપુરમાં ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત THR અને મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઈ

વેરાવળ પાલિકામાં ‘વીજ ચોરી’ જેવો ઘાટ! સેક્રેટરીની ખાલી ચેમ્બરમાં દોઢ કલાક લાઈટ-પંખા ધમધમતા નગરસેવકોએ કર્યો પર્દાફાશ: વીડિયો વાયરલ

મોરબી જમીન દફતર વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓનું ૧૧ સપ્ટેમ્બરે ‘પેનડાઉન’ હડતાળનું અલ્ટીમેટમ

પડધરીની સરકારી કોલેજના આચાર્ય સામે ગેરહાજરી અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ: વિદ્યાર્થી નેતા નિખીલ ભોજાણીની લેખિત રજૂઆત

ધોરાજી નગરપાલિકામાં રાજકીય ધમાસાણ: વોર્ડ નં.૯ના ભાજપના નગરસેવકે ઢોલ વગાડીને આપ્યું રાજીનામું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલના ગરનાળા ગામે 70 ફૂટ ઊંડા કૂવામાં ફસાયેલ નીલગાયનું રેસ્ક્યુ
ગોંડલ

ગોંડલના ગરનાળા ગામે 70 ફૂટ ઊંડા કૂવામાં ફસાયેલ નીલગાયનું રેસ્ક્યુ

Editor By Editor 24 hours ago
સોનામાં ઉછાળો, ચાંદીમાં ધમાકો; મોંઘા ક્રૂડ વચ્ચે શેરબજાર પર દબાણ
આંબેડકરનગરમાં રહેણાંક મકાનમાંથી 2832 બોટલ વિદેશી દારૂ ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ
રાજયમાં પાંચ સિસ્ટમ સક્રિય, ૨3મી સુધી મધ્યમ વરસાદની આગાહી
ટેકનોલોજીની મદદથી શાપર પોલીસે ૬.૭૧ લાખના ચોરાયેલા મોબાઇલ શોધી કાઢયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?