- PM મોદીનો તેલંગણા પ્રવાસનો બીજો દિવસ
- સંગારેડ્ડીમાં 7200 કરોડની વિકાસની પરિયોજનાનું ઉદ્ઘાટન- ખાતમુહૂર્ત
- તેલંગણાને વધુમાં વધુ લાભ મળે તેવો પ્રયાસ- પીએમ મોદી
PM મોદી હાલ તેલંગણામાં છે. વિકાસના કાર્યોનું ઉદ્ઘાટન બાદ પીએમ મોદી નાનકડો રોડ શો યોજીને સંગારેડ્ડીમાં સભા સ્થળે પહોંચ્યા હતા. હાજર સૌ કોઇએ પુષ્પવર્ષા કરીને પીએમ મોદીને વધાવી લીધા હતા.
તમારા સપના એ મોદીનો સંકલ્પ- મોદી
આજે દેશ સૌનો સાથ, સૌનો વિકાસ અને સબકા પ્રયાસ અને સબકા વિશ્વાસની સાથે ચાલી રહ્યો છે. દરેક રાજ્યનો વિકાસ થાય એટલે દેશનો વિકાસ થાય. તેલંગણાના લોકો માટે મે હજારો કરોડના પ્રોજેક્ટનો લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. જે રોજગારના અવસરો પુરા પાડશે. તેલંગણાના યુવાઓના સપના જ મોદીનો સંકલ્પ છે.
મે હૂં મોદી કા પરિવાર- પીએમ મોદી
બોખલાયેલા લોકો ભૂલી રહ્યા છે કે 140 કરોડ દેશવાસી મારો પરિવાર છે. દેશની દરેક માતા, દેશની દરેક બહેન, દેશનો દરેક વ્યક્તિ મારો પરિવાર છે. કોંગ્રેસ અને ઇન્ડિ ગઠબંધનવાળાને અંદાજો પણ નથી. કે કરોડો લોકો મને પોતાના પરિવારનો સભ્ય જ માને છે. એટલે જ આજે કરોડો પરિવાર એક સૂરમાં કહી રહ્યા છે. મે હું મોદી કા પરિવાર..
ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું: PM મોદી
તેમણે કહ્યું કે આજે પીએમ મોદી તમને આપેલી ગેરંટી પુરી કરવામાં વ્યસ્ત છે તો કોંગ્રેસ અને તેમના સાથી મને અને મારા પરિવારને ગાળો આપવા પર ઉતરી આવ્યા છે. આ લોકો કેમ ગાળો આપે છે ખબર છે ? હું તેમના સેંકડો, હજારો કરોડો રૂપિયાના સ્કેમ ખુલ્લા પાડુ છું એટલે. જમ્મુ કાશ્મીરથી લઇને તમિલનાડુ સુધી તમે જુઓ. જ્યાં જ્યાં પરિવારવાદી પાર્ટીઓ રાજ કરી રહી છે ત્યાં તે પરિવાર મજબૂત થયો પરંતુ તે રાજ્ય મજબૂત થયુ નથી.
પરિવારવાદ લોકતંત્ર માટે ખતરો- પીએમ મોદી
હું કહુ છુ કે પરિવારવાદ લોકતંત્ર માટે ખતરો છે, પરિવારવાદ યુવાઓ માટે અવસર રોકે છે, તો તેઓ જવાબમાં કહે છે કે મોદીનો તો કોઇ પરિવાર જ નથી. શું પરિવાર છે એટલે તમને ચોરી કરવાની છૂટ ? શું આ લોકતંત્ર છે ? પછી તેઓ કહે છે કે પીએમ મોદી સાથે અમારી વિચારધારાની લડાઇ છે. શું આ વિચારધારાની લડાઇ છે ? તેઓ કહે છે ફેમિલી ફર્સ્ટ, જ્યારે હું કહું છુ નેશન ફર્સ્ટ, આ છે વિચારધારાની લડાઇ.
મહાકાલી મંદિરમાં કરી પૂજા અર્ચના
તેઓએ શ્રી ઉજ્જૈની મહાકાલી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. અહીં તેઓએ મહાકાલીની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓ પીએમ મોદી વિવિધ યોજનાના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
7200 કરોડની પરિયોજનાનું લોકાર્પણ- ખાતમુહૂર્ત
પીએમ મોદીએ સંગારેડીમાં રૂ. 7,200 કરોડની વિકાસની યોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યુ હતું. ત્યારબાદ પીએમ મોદીએ ઘટકેસર અને લિંગમપલ્લી વચ્ચે MMTS સુવિધાને લીલી ઝંડી બતાવી હતી.
તેલંગણાને વધુમાં વધુ લાભ મળે તેવો પ્રયાસ- પીએમ મોદી
પીએમ મોદીએ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે ભારત વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પ બદ્ધ છે. વિકસિત ભારત માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ટર એટલુ જ જેરૂરી છે . એટલે આ વર્ષે બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 11 લાખ કરોડ ફાળવ્યા છે. અમારો પ્રયાસ છે કે તેલંગણાને વધુમાં વધુ તેનો લાભ મળે.


