BIS વૈશ્વિક બજારમાં ભારતીય વિશ્વસનીયતાનું મહત્વનું પ્રમાણપત્ર
રાજકોટ ચેમ્બર દ્વારા BIS અંગે માર્ગદર્શક સેમિનાર યોજાયો : નિષ્ણાંતો દ્વારા અપાઇ માહિતી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, PHDCCI ગુજરાત ચેપ્ટર, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ તથા રાજકોટ મેનેજમેન્ટના સંયુક્ત ઉપક્રમે “ડિઝીટલ યુગમાં MSME નો વિકાસ : ઉદ્યોગો માટે ગુણવતા અપ ગ્રેડેશન (BIS) અને ડિઝીટલ ટ્રાન્સફોર્મેશન(શ્રેષ્ઠ ઉકેલો)” અંગે તા.૦૨-૦૭-૨૦૨૬ ના રોજ સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અલગ-અલગ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
સેમીનારના પ્રારંભે મંત્રી નૌતમભાઈ બારસીયા તથા ટ્રેઝ૨૨ વિનોદભાઈ કાછડીયાએ મહાનુભાવો તથા વેપાર-ઉદ્યોગકારોનું અભિવાદન કરેલ. તેમજ મંત્રીએ જણાવેલ કે, રાજકોટ ચેમ્બર દ્વારા અવાર-નવાર માહિતી સભર વિવિધ સેમીનારોનું આયોજન કરવામાં આવતું હોય છે તો તેનો ખાસ લાભલેવો તેમજ આજના ડિઝીટલ યુગમાં સ્ટાન્ડર્ડાલાઈઝેશન અને ટેકનોલોજી અપનાવવી એ MSMEs માટે વિકાસનો પાયો છે. રાજકોટએ મેન્યુફેકચરીંગનું હબ ગણાય છે. ત્યારે વેપાર-ઉદ્યોગકારોએ પ્રોડકટની ગુણવતામાં કેવી રીતે સુધારો કરી શકાય અને આવનારા દિવસોમાં ડીઝીટલાઈઝેશનનો વધુમાં વધુ ઉપયોગ કરી આપણા ધંધાને વેગવંતુ બનાવવા માટે આજનો આ સેમીનાર ખુબ જ ઉપયોગી બની રહેશે. ત્યાર બાદ રાજકોટ મેનેજમેન્ટ એસોસીએશનના પ્રમુખ રાજેશકુમાર હરીયાણીએ જણાવેલ કે, નવીન ટેકનોલોજી, ગુણવતાયુકત ઉત્પાદન અને અસરકારક મેનેજમેન્ટનો સ્વીકાર કરનાર MSMEs જ આવનારા દિવસોમાં સફળતા પ્રાપ્ત કરશે. ડિજીટલ ટ્રાન્સફોર્મેશન હવે વિકલ્પ નહી પરંતુ વ્યવસાયીક જરૂરીયાત બની ગયું છે.
BIS રાજકોટ બ્રાન્ચ ઓફિસના ડિરેકટર અને હેડ પરિજાત શુકલા તથા સાયન્ટિસ્ટ અને ડેપ્યુટી ડિરેકટર પિયુષ ગેડિયાએ BIS ની વિવિધ સેવાઓ, ગુણવતા ધોરણો અને Quality Control Orders (QCO) અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ BIS પ્રમાણપત્ર માત્ર નિયમનકારી પ્રક્રિયા નહીં, પરંતુ ગુણવતા, ગ્રાહક વિશ્વાસ અને વૈશ્વીક બજારમાં ભારતીય ઉત્પાદનોની વિશ્વસનીયતા વધારવાનું મહત્વપુર્ણ સાધન છે.
ટેકનીકલ સત્ર દરમિયાન સાન્ટિસ્ટ અને ડેપ્યુટી ડિરેક્ટર નિરજ મિશ્રા તથા સત્યેન્દ્ર કુમાર પાંડેએ BIS ગુણવતા ધોરણો, પ્રમાણપત્રની પ્રક્રિયા, QCO અને સરકારની માર્ગદર્શિકાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી તેમજ MSMEs ને ગુણવતા આધારીત ઉત્પાદન અને પ્રમાણભુત પ્રક્રિયાઓ અપનાવવા માટે પ્રેરીત કર્યા હતા.
MSMEs માટે ડિજીટલ ટ્રાન્સફોર્મેશન વિષય પર અંજના પટેલએ જણાવ્યું હતું કે, ડિજીટલ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ MSMEs ને ઉત્પાદન ક્ષમતા વધારવા, ખર્ચ ઘટાડવા, ગ્રાહક સેવા સુધારવા અને વૈશ્વીક સ્પર્ધામાં આગળ વધવા માટે સક્ષમ બનાવે છે.
ત્યાર બાદ AU સ્મોલ ફાઈનાન્સ બેન્કના કલસ્ટર હેડ ધર્મેશ રૂપાપરાએ MSMEs માટે ઉપલબ્ધ વિવિધ બેન્કીંગ સેવાઓ, નાણાંકીય સહાય, લોન અને ડિજીટલ બિઝનેશને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓ વિષે માહિતી આપેલ હતી. ત્યાર બાદ ઉપસ્થિત વેપાર-ઉદ્યોગકારો દ્વારા પુછાયેલ પ્રશ્નો અંગે યોગ્ય પ્રત્યુતર આપવામાં આવેલ હતા. તેમજ PHDCCI ગુજરાત ચેપ્ટરના રેસિડેન્ટ મેજેનર જય સામાણીએ સમગ્ર સેમીનારનું સંચાલન અને મહાનુભાવો તથા વેપાર-ઉદ્યોગકારોનો આભાર વ્યકત કરેલ હતો. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.


