- પ્રોટીન સપ્લીમેન્ટમાંથી જીવાત નીકળી
- મુંબઈની કંપની હેલ્થ માટે બનાવે પ્રોટીન સપ્લીમેન્ટ
- નેચરલ ઇન્ડિયા કંપની બનાવે છે મેક્સ પ્રોટીન બાર
પ્રોટીન સપ્લીમેન્ટ ખાતા પહેલા ચેતજો. કારણ કે પ્રોટીન સપ્લીમેન્ટમાંથી જીવાત નીકળી છે. તેમાં મેક્સ પ્રોટીન બારમાંથી જીવાત નિકળતા ગ્રાહકે વીડિયો વાયરલ કર્યો છે. જેમાં મુંબઈની કંપની હેલ્થ માટે પ્રોટીન સપ્લીમેન્ટ બનાવે છે. તેમા નેચરલ ઇન્ડિયા કંપનીના મેક્સ પ્રોટીન બારમાં જીવાત નિકળી છે.
પ્રહલાદનગરમાંથી મેક્સ પ્રોટીન બારની ખરીદી કરી
બહારથી પ્રોટીન સપ્લીમેન્ટ ખરીદીને ખાતા લોકો ચેતજો. હવે રેસ્ટોરેન્ટ જ નહીં ડોક્ટરોએ જણાવેલ પ્રોટીન પેકિંગ સપ્લીમેન્ટમાંથી પણ જીવાત નીકળે છે. ત્યારે ફૂડમાંથી જીવાત નીકળવાનો સીલસીલો યથાવત છે. નેચરલ ઇન્ડિયા કંપનીએ બનાવેલા મેક્સ પ્રોટીન બારમાંથી જીવાત નીકળ્યા છે. તેમાં મુંબઈની કંપની હેલ્થ માટે પ્રોટીન સપ્લીમેન્ટ બનાવી રહી છે. અમદાવાદના એડવોકેટ યોગેશ શર્માએ પ્રહલાદનગર ખાતે આવેલા ગ્રોસરી સ્ટોરમાંથી મેક્સ પ્રોટીન ખરીદી હતી. જેમાં પ્રોટીન બાર ખોલતા તેમાંથી અઢળક જીવતો નીકળી હતી. જેમાં એડવોકેટ યોગેશ શર્માએ AMCને પણ જાણ કરી છે.
લા પિનોઝના પિત્ઝામાં જીવાત નીકળવાની ઘટના
તાજેતરમાં શહેરના બોપલ વિસ્તારમાં આવેલા લા પિનોઝના પિત્ઝામાં જીવાત નીકળવાની ઘટના બની હતી. તે પછી એલિસબ્રિજ વિસ્તારમાં લા પિનોઝ પિત્ઝામા જીવજંતુઓ નીકળ્યા હોવાની ઘટના બની હતી. એક યુવક તેના અન્ય મિત્રો સાથે અહી પિત્ઝા ખાવા માટે ગયો હતો. ત્યારે પિત્ઝા બોક્સ ખોલતા તેમાંથી નાના-નાના જીવડા નીકળ્યા હતાં. જેને લઈને યુવકે ત્યાંના સ્ટાફને ફરિયાદ કરી હતી. જેથી તેમણે તાત્કાલિક પિત્ઝા પરત લઈ લીધો હતો અને ભૂલનો સ્વીકાર કર્યો હતો. જોકે ગ્રાહકે બાદમાં અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસને જાણ કરતા તે પણ આવી પહોંચી હતી. સ્ટાફ તરફથી તેમને રિફંડ આપવાની વાત પણ કરવામાં આવી હતી. ગ્રાહકની ફરિયાદના આધારે અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક પિત્ઝા સેન્ટરને સીલ કર્યું હતું.


