- PM મોદી તેલંગણા બાદ ઓડિશાના પ્રવાસે
- ચંડીખોલમાં 19,600 કરોડના વિકાસના કાર્યોની આપી ભેટ
- જોજપુર અને ઓડિશામાં વિકાસની નવો પ્રવાહ શરૂ થયો- પીએમ મોદી
પીએમ મોદી 4 માર્ચથી 10 દિવસ 12 રાજ્યોની પ્રવાસે છે. ત્યારે તેઓ આજે તેલંગણા બાદ ઓડિશા પહોંચ્યા હતા. ઓડિશામાં પીએમ મોદીએ ચંડીખોલમાં 19 હજાર 600 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું હતું.
રોડ શો યોજી જનસભા સ્થળે પહોંચ્યા
પીએમ મોદી લોકાર્પણ કાર્યક્રમ બાદ જનસભા સ્થળે રોડ શો કરીને પહોંચ્યા હતા. બધાએ મોદી મોદીના નારા લગાવીને તેમને વધાવી લીધા હતા. પીએમ મોદીએ હાથ જોડીને સૌનું અભિવાદન ઝીલ્યુ હતું.
ઇન્ડિ.ગઠબંધન પરિવારનુ જ વિચારે છે- પીએમ મોદી
indi ગઠબંધનને આડેહાથ લેતા જણાવ્યુ કે હવે મારા પર વધારે હુમલા થઇ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે મોદીનો પરિવાર નથી. ઇન્ડિ ગઠબંધનના પરિવારવાદીઓ કહે છે તેમની લડાઇ વિચારધારાની લડાઇ છે. તો ઇન્ડિ ગઠબંધન વાળા કાન ખોલીને સાંભળી લો. તમારી વિચારધારા ફેમિલી ફર્સ્ટ છે જ્યારે મોદીની વિચારધારા નેશન ફર્સ્ટ છે. આ લોકો પરિવાર માટે જ જીવે છે. જ્યારે મોદી ભારતના દરેક પરિવાર માટે જીવે છે. આ પરિવારવાદી પરિવારના લોકોના ભવિષ્યનુ જ વિચારે છે. એટલા માટે જ ઇન્ડિ. ગઠબંધન બનાવ્યુ છે.તેઓનું લક્ષ્ય મોદીને હટાવવાનું છે જ્યારે મારુ લક્ષ્ય ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું છે.
અમે ગેરંટી લીધી- પીએમ મોદી
પીએમ મોદીએ સંબોધન કરતા વધુમાં જણાવ્યું કે હવે ગરીબનો દીકરો કેન્દ્ર સરકારમાં આવી ગયો તો તેણે કહ્યું કે ગરીબની સૌથી મોટી ગેરંટી મોદી બનશે. જે ગરીબ પાસે ગેરંટી આપવા માટે કંઇ ન હતુ તેની ગેરંટી મોદીએ લીધી. પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્રની વિવિધ યોજનાની મદદથી ગરીબોનો આત્મવિશ્વાસ વધ્યો અને તેઓને લાગ્યુ કે સરકાર તેમની સાથે છે. જે લોકોને કોઇએ કદી પૂછ્યુ નહી તેમને પીએમ મોદીએ પૂછ્યુ.
કોંગ્રેસ ગેરંટી માગતી હતી- પીએમ મોદી
ઓડિશા પોલિસ્ટરનું એક મોટુ કેન્દ્ર બની રહ્યુ છે. રો મટિરિયલ પણ અહીં બની રહ્યુ છે.ઓડિશાના નવયુવાનોનું ભાગ્ય બદલવાનું છે. આજે વિકાસના મોટા મોટા કામ થઇ રહ્યા છે તે કામો 2014ના વર્ષ પહેલા કોંગ્રેસ અને તેના સાથીઓનુ પૂરુ ધ્યાન પોતાની તિજોરી ભરવામાં હતુ. કોંગ્રેસ સરકાર કોલસાને લૂંટી ખઇ જાય તે ગરીબોને મફતમાં ખાવાનું ખવડાવવાનું કેવી રીતે વિચારી શકે ? યુરિયામાં સ્કેમ કરે તે ખેડૂતોને સસ્તા દરે યુરિયા કેવી રીતે ઉપલબ્ધ કરાવે ? આઝાદી પછી કોંગ્રેસે દેશમાં એવી વ્યવસ્થાઓનું નિર્માણ કર્યુ કે તમામ પર અવિશ્વાસ પેદા થાય. ગરીબ કોંગ્રેસ સરકાર પાસેથી મદદ માગવા જાય તો કોંગી સરકાર કહે કોઇ ગેરંટી લઇને આવો. દરેક પાસેથી ગેરંટી માગવામાં આવતી હતી.
અબ કી બાર 400 પાર- પીએમ મોદી
400 પારનો સંકલ્પ દેશમાં મજબૂત-નિર્ણાયક નિર્ણયો લેનારી સરકાર બનાવનારી છે. 400 પારનો સંકલ્પ ખેડૂત, યુવા, નારી શક્તિ અને ગરીબોનુ જીવન બદલવા માટે છે. તેમાં પૂર્વીય ભારતની બહુ જ મોટી ભૂમિકા થવાની છે.


