રામાનંદી સાધુ સમાજની ૫૦૦થી વધુ બહેનોની હાજરીમાં રાંદલના લોટા ઉત્સવનું આયોજન
ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે ધાર્મિક આસ્થા સાથે સમાજજાગૃતિનો સંદેશ અપાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ રાજકોટ અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે રાંદલના લોટા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રામાનંદી સાધુ સમાજની ૫૦૦થી વધુ બહેનોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી રાંદલની ગોરણી બની ધાર્મિક વિધિઓમાં સહભાગી બની આસ્થાનો અનોખો પરિચય આપ્યો હતો.
ધાર્મિક કાર્યક્રમની સાથે સમાજજાગૃતિના ઉદ્દેશથી આયોજિત વિશેષ સત્રમાં હિન્દુ જાગરણ મંચ, રાજકોટ મહાનગરના હોદ્દેદારોએ બહેનોને સામાજિક સતર્કતા અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે લવ જેહાદ જેવા અતી સંવેદનશીલ વિષયને લઈને બહેનોમાં જાગૃતિ લાવવા, કોઈપણ પ્રકારની છેતરપિંડી, પ્રલોભન અથવા શોષણથી બચવા માટે સાવચેતી રાખવાની જરૂરિયાત અંગે વિસ્તૃત માહિતી આપી તથા કાયદાકીય અને સામાજિક દૃષ્ટિએ પણ માર્ગદર્શન પૂરું પાડ્યું.
આ કાર્યક્રમમાં હિન્દુ જાગરણ મંચ, રાજકોટ મહાનગર માંથી ડો. જ્યોતિબેન પટેલ (સહ સંયોજક), હરીતભાઈ વ્યાસ (સહ સંયોજક), તુલસીભાઈ પટેલ (કાર્યકારિણી સદસ્ય), નિલેશભાઈ ચૌહાણ (કાર્યકારિણી સદસ્ય), ડો. ક્રિષ્નાબેન (કાર્યકારિણી સદસ્ય) તથા એડવોકેટ રશ્મિબેન પટેલ (મેમ્બર, ચાઇલ્ડ વેલફેર કમિટી, ગુજરાત સરકાર) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ભારત વિકાસ પરિષદમાંથી જેઠસુરભાઈ ગુજરીયા (કોષાધ્યક્ષ, સૌરાષ્ટ્ર પ્રાંત), રમેશભાઈ દત્તા (અધ્યક્ષ, રાજકોટ મહાનગર) તથા શાંતીગીરી સામતગીરી ગોસાઈ (કાર્યકારિણી સદસ્ય, રાજકોટ મહાનગર) વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ જીગ્નેશ રામાવતની આગેવાની અને માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનને સફળ બનાવવા માટે રવિરાજભાઈ રામાવત, હિતેશભાઈ રામાવત, અનંતભાઈ નેનુજી, કેયુરભાઈ નિમાવત, મયંક રામાવત, સિદ્ધાર્થ લશ્કરી, દેવાંગ નિમાવત, કિશોરભાઈ નિમાવત, જે.ડી. નિમ્બાર્ક, તરુણભાઈ નિમાવત, જીજ્ઞેશભાઈ અગ્રાવત, વિવેકભાઈ નિમાવત, જગદીશભાઈ ટીલાવત, અલ્પેશભાઈ અગ્રાવત, અજય દેવમુરારી, અનિલભાઈ દેવમુરારી, ચામુંડરાઈ માધવાચાર્ય, અમિતભાઈ વૈષ્ણવ, કરણભાઈ કુબાવત, તુષારભાઈ અગ્રાવત, હરસુખભાઈ દેવમુરારી, જગદીશભાઈ અગ્રાવત, કવનભાઈ અગ્રાવત, ધ્રુવભાઈ રામાનુજ, રજનીભાઈ રામાવત, અશોકભાઈ ટીલાવત, રાજનભાઈ દેવમુરારી, જયસનભાઈ દેવમુરારી, પાવનભાઈ કુબાવત, રેનીશભાઈ દેવમુરારી, પ્રવીણભાઈ રામપ્રસાદી, શૈલેષભાઈ દેવમુરારી, જયેશભાઈ કુબાવત, રાજુભાઈ કુબાવત, માનવભાઈ નિમાવત, વિમલભાઈ કીલજી, નૈમીશ ટીલાવત, ચંદ્રકાંત લશ્કરી, અભિષેક રામાનુજ, પ્રીત નિમાવત, શ્યામ દેવમુરારી, ભાર્ગવ દેવમુરારી, હર્ષ નિમાવત, મિહિર અગ્રાવત, પ્રીતેશ કુબાવત, આર્યન સુખાનંદી તેમજ મહિલા અગ્રણી સુધાબેન અગ્રાવત અને કમળાબેન દેવમુરારી સહિત સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ પરિવારના તમામ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.


