વોશરૂમ જવાની મંજૂરી માંગતા વિદ્યાર્થીને પ્રિન્સિપાલે ફડાકા ઝીંક્યા : પોલીસ ફરિયાદ નોંધાઈ
પોલીસે પ્રિન્સિપાલ સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
અગ્ર ગુજરાત, જામનગર
જામનગર શહેરમાં શાળાનં-19માં વિદ્યાર્થીએ વોશરૂમ જવાનું પુછતા પ્રિન્સીપાલએ બે ફડાકા માર્યાની અને વાલીએ પુછતા તેમને પણ શાળામાંથી બહાર કાઢી મુકવાની પોલીસમાં ફરિયાદ નોંધાતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે.
જામ્યુકોના શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નં-19માં વિદ્યાર્થીને ફડાકા મારવાના પ્રકરણમાં પ્રવિણભાઈ અરજણભાઈ પાંડાવદરાએ શાળાના પ્રિન્સિપાલ રામસાહેબ સામે માર મારવા ઉપરાંત એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીએ વોશરૂમ જવાનું પુછતા આચાર્યાએ એકદમ ગુસ્સે થઈ ગયા હતા અને આચાર્યાએ ડાબા કાન પર બે ઝાપટ મારવામાં આવી હતી. જે અંગે પ્રવિણભાઈએ આ બાબતે પુછતા આચાર્યાએ તેમને પણ ધકો મારી અપશબ્દો બોલી ઝગડો કર્યો હતો, અને જાતી વિશે અપમાનિત કરીને તુ અહિયાથી નિકળી જા તારે જેમ કરવુ હોય તેમ કરજે હું કોઈથી બીતો નથી તેમ ધમકી આપી હતી. આ અંગે ડીવાયએસપીએ તપાસ હાથ ધરી છે.
આચાર્ય સામેની ફરિયાદ રદ કરવા માટે સંઘની માંગ
જામનગર શહેરમાં શાળાનં-19ના આચાર્યા સામે નોંધાયેલી ફરિયાદમાં એટ્રોસીટીની કલમ રદ કરવા માટે ગુજરાત રાજ્ય ન.પ્રા.શિ.શિક્ષક સંઘ અને મહાપાલિકા પ્રા.શિ.સંઘ દ્વારા ડીવાયએસપીને લેખિત રજુઆત કરવામાં આવી છે.
શાળાના સંચાલન માટે સરકાર દ્વારા સ્કુલ મેનેજમેન્ટ કમીટી અને વાલી સમિતિ તેમજ શિક્ષકોના નિવેદનો પણ લેવામાં આવ્યા છે. જેમાં આચાર્યની કોઈ ભૂલ ન હોવાની પણ શિક્ષક સંઘ દ્વારા જણાવવામાં આવ્યું છે.


