સંઘ પરિવારનો પાયો મજબૂત કરનાર નારસિંહ પઢિયારની પુણ્યતિથિએ કાલે રકતદાન કેમ્પ
આઠમી પુણ્યતિથિ નિમિત્તે સામાજીક પ્રવૃત્તિ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
સોરઠના સિંહ રાજનીતિ અને જાહેર જીવનમાં અપ્રિતમ ,યોદ્ધા, કુશળ સંગઠન, સનિષ્ઠવિચારક, દ્રષ્ટિમત રાજ પુરુષ, સાદઞીઅને સ્પષ્ટ વાદીતાની પ્રતિમૂર્તિ સમાન નારસિંહભાઈ પઢીયારની પુણ્યતિથિ નિમિત્તે હાર્દિક શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવશે.
7 સપ્ટેમ્બર 1932માં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે જન્મેલા નારસિહભાઈ ધનજીભાઇ પઢિયારે SSC સુધીનો અભ્યાસ કર્યો તેર વર્ષની ઉમરે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર તરીકે રાષ્ટ્ર સેવા શરૂ કરી ત્યારબાદ સર્વેયર તરીકે નોકરીમાં લાગ્યા પણ ત્યારની કોંગ્રેસ સરકારે નરસિહભાઈ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર હોવાથી રાગદ્વેષ રાખી 1958 માં પોતાના વતનથી દૂર જુનાગઢ ખાતે બદલી કરી નાખી પણ નારસિંહભાઈમાં રહેલા રાષ્ટ્ર પ્રેમને ડગમગાવી શકાય તેમ ના હતો.
સ્વ.નારસિહભાઈ ધનજીભાઇ પઢિયાર જૂનાગઢમાં આવ્યા પછી પણ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) અને જનસંઘમાં સેવા આપતા રહ્યા અને ફેબ્રુઆરી 1962 માં નેતાઓની ઈચ્છા મુજબ નોકરીમાંથી રાજીનામું આપીને જુનાગઢ શહેર જનસંઘના મંત્રી તરીકેની કામગીરી શરૂ કરી શહેરના મંત્રી તરીકે રાજકીય શરૂઆત કરી પ્રદેશ ભાજપાના મહામંત્રીના પદ સુધી પહોચ્યા હતા.
આઠમી પુણ્યતિથિ નિમિત્તે આવતીકાલ તા.3-7ને શુક્રવાર સવારે 10 થી 1 રેડ કોર્સ સોસાયટી હોય આઝાદ ચોક જુનાગઢ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખવામાં આવેલ છે . વધુ માહિતી માટે તેમના પુત્ર મહેન્દ્રસિંહ પઢિયાર મો.૯૪૨૭૧ ૮૩૩૦૫, યોગેન્દ્રસિંહ પઢિયાર મો.૯૪૨૭૫ ૦૧૦૯૯, નરેન્દ્રસિંહ પઢિયાર મો. ૯૯૨૫૦ ૩૭૨૯૧નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.


