યા હુસેનના ગગનભેદી નારા સાથે ગોંડલમાં 45 તાજીયા પડમાં આવ્યા
ચોરડી દરવાજે અલગ અલગ કરતબો કરાયા: આજે ઝુલુસ નિકળ્યું
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલમાં રાત્રિના પાંજરાપોળ, ચોરડી દરવાજા, મોટી બજાર, અને માંડવી ચોકમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા ચોરડી દરવાજાના ચોક માં ન્યુ સ્ટાર તાજીયા કમિટી 17 નંબરના તાજીયાએ અને આંબલી શેરીના 16 નંબરના તાજીયામાં અલગ અલગ થિમ્સની લાઈટિંગ કરવામાં આવી હતી ચોરડી દરવાજા ચોકમાં ઢોલ નગારા સાથે અલગ અલગ કરતબો કરવામાં આવી હતી તાજીયા ના રૂટ પર અલગ અલગ ગ્રુપ દ્વારા સબીલ કરવામાં આવી હતી સબીલ માં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી
ગોંડલમાં શહીદે કરબલા કમિટીના નેજા હેઠળ યોજાતા ઝુલુસ માં લાયસન્સ વાળા 21 તાજીયા, માનતાના તાજીયા અને અન્ય નાના મોટા 45 જેટલા તાજીયા નું આજે ભવ્ય ઝુલુસ નિકળું હતું. પહેલા નંબર નો તાજીયો પાંજરાપોળ થી નિકળ્યો હતો. ત્યાર બાદ ચોરડી દરવાજા થી નંબર પ્રમાણે તાજીયા ઝુલુસ માં જોડાયા હતા. તાજીયા ના ઝુલુસ માં હિન્દૂ અને મુસ્લિમ લોકોએ માનતા ઉતારી હતી.
ગોંડલ શહેરમાં મહોરમ પર્વ ને લઈને 1 DYSP, 2 PI, 4 PSI, (QRT કવિક રિસ્પોન્સ ટિમ) મહિલા પોલીસ સ્ટાફ, ટ્રાફિક પોલીસ, GRD જવાન સહિત 150 થી વધુ પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ઝુલુસ નીકળવાના સમયે અલગ અલગ 2 જેટલા રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યા હતા.


