By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: મુંબઇ, સુરત અને મોરબીના વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રાજકોટના સોની વેપારીનો આપઘાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મુંબઇ, સુરત અને મોરબીના વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રાજકોટના સોની વેપારીનો આપઘાત

Editor
Last updated: 2026/07/02 at 4:34 PM
3 months ago
Share
મુંબઇ, સુરત અને મોરબીના વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રાજકોટના સોની વેપારીનો આપઘાત
SHARE

મુંબઇ, સુરત અને મોરબીના વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રાજકોટના સોની વેપારીનો આપઘાત

 દેવપરામાં ‘બી.એમ. જ્વેલર્સ’ નામે પેઢી ચલાવતા તેજસ રાણપરાને રવિ, યશ, ભાયજી સહિત ૮ શખ્સો વારંવાર ધમકી આપતા હતા : માતાની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો દાખલ; પોલીસે તપાસનો ધમધમાટ શરૂ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

કેવડાવાડીમાં રહેતાં સોની વેપારી તેજસભાઇ શિરીષભાઇ રાણપરા (ઉ.વ.૩૯)એ દેવપરામાં આવેલી પોતાની દુકાનમાં એસિડ પી આપઘાત કરી લીધાની ઘટનામાં પૈસાની ઉઘરાણી માટેનો ત્રાસ જવાબદાર હોવાનું ખુલતાં મોરબી, સુરત, મુંબઇના પિતા-પુત્ર સહિત ૮ શખ્‍સો સામે આપઘાતની દુષ્‍પ્રેરણાનો ગુનો દાખલ કરાયો છે. વેપારી આ શખ્‍સો સાથે સોનાના દાગીનાની લે-વેંચનો વેપાર કરતાં હતાં. પણ નુકસાની જતાં રકમ ચુકવી ન શકતાં વારંવાર ધમકીઓ અપાતી હતી. તેના કારણે પગલુ ભર્યાનું ખુલ્‍યું છે. પોલીસે એક સ્‍યુસાઇડ નોટ મળી હતી તેના આધારે કાર્યવાહી કરી છે.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે કેવડાવાડી-૧૫માં માસુમ પ્‍લે ગ્રુપ પાછળની શેરીમાં રહેતાં ગીતાબેન શિરીષભાઇ રાણપરા (ઉ.વ.૫૮)ની ફરિયાદ પરથી મોરબીના હાર્દિક ભરતભાઇ ગોસ્‍વામી, મુંબઇ રહેતાં ભરત ગોસ્‍વામી, સુરતના વિનોદભાઇ, અરવિંદભાઇ ગઢવી તેમજ વિપુલભાઇ, રવિભાઇ, યશભાઇ, ભાઇજી નામના શખ્‍સો વિરૂધ્‍ધ આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્‍યો છે.

ગીતાબેન રાણપરાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પાંચ વર્ષ પહેલા મારા બંને દિકરાઓ તેજસભાઇ અને રૂપેશભાઇએ  દેવપરા શક્‍તિ હોટેલવાળી શેરીમાં બી.એમ.જ્‍વેલર્સ નામે સોના-ચાંદીના દાગીનાની દુકાન ચલાવતા હતા. મોટો દીકરો તેજસભાઇ દાગીનાની ખરીદ-વેચાણનું કામ કરતો હતો. વર્ષ ૨૦૨૫ના ડિસેમ્‍બર મહિનામાં તેણે પરિવારને જણાવ્‍યું હતું કે તેણે મોરબીના હાર્દિકભાઈ ભરતભાઈ ગોસ્‍વામી અને તેમના પિતા ભરતભાઈ ગોસ્‍વામી પાસેથી સોનાના દાગીના ખરીદ્યા હતા, જેમાં ધંધામાં નુકસાન જતા ૨૦ લાખ રૂપિયા ચુકવવાના બાકી નીકળતા હતા. આ પૈસાની ઉઘરાણી કરવા આ બંને દુકાને આવી ધમકી આપે છે. જેથી પરિવારજનોએ તેને કટકે કટકે   પૈસા ચુકવી આપવા કહ્યું હતું.

ત્‍યારબાદ હાર્દિકભાઈએ મુંબઈના સોનાના વેપારી વિનોદભાઈ સાથે ઓળખાણ કરાવી આશરે ૩૦ લાખના દાગીના મંગાવ્‍યા હતા, જેના નાણાં ચુકવવા માટે તેજસભાઇએ સુરતના અરવિંદભાઈ ગઢવી પાસેથી ઉછીના પૈસા લીધા હતા. જો કે, વિનોદભાઈએ પુરતો માલ ન મોકલતા વેપારનું આખું રોટેશન ફરી ગયું હતું. આ સિવાય અન્‍ય શખ્‍સો વિપુલભાઈ, રવિભાઈ, યશભાઈ અને ભાયજી નામના વ્‍યક્‍તિઓ સાથે પણ સોનાના દાગીનાની ખરીદ-વેચાણના કારણે નાણાંકીય લેણદેણ ઊભી થઈ હતી.

તેજસભાઇએ આ તમામને કટકે-કટકે નફા સાથે રકમ ચુકવી હોવા છતાં તેઓ વધુ નાણાંની માંગણી કરતા હતા. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ગત દિવસોમાં મોરબીના ભરતભાઈ ગોસ્‍વામી અને કાંતિભાઈ નામના શખ્‍સો રાજકોટ ખાતે તેજસભાઇની દુકાને આવ્‍યા હતા અને ઉઘરાણી બાબતે બોલાચાલી કરીને-જો પૈસા નહીં આપે તો તને જીવવા નહીં દઉં તેવી ગર્ભિત ધાક-ધમકીઓ આપી હતી. આ ઉપરાંત મુંબઈના વિનોદભાઈ, સુરતના અરવિંદભાઈ ગઢવી સહિતના અન્‍ય આરોપીઓ પણ અવારનવાર ફોન કરીને માનસિક ત્રાસ આપતા હતા અને પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપતા હતા.

આ બધાના  સતત આવતા ફોન, ગર્ભિત ધમકીઓ અને અસહ્ય માનસિક ત્રાસથી કટાળી જઈને ગત તા.૧૯/૬ના રોજ તેજસભાઇએ પોતાની જ દુકાનમાં નાઈટ્રિક એસિડ પી લીધું હતું. તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતાં. પરંતુ અહિ ઓપરેશન બાદ સારવાર દરમિયાન ૨૨/૬ના રોજ મૃત્‍યુ થયું હતું. મળત્‍યુ બાદ તેજસભાઇના પેન્‍ટના ખિસ્‍સામાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં આરોપીઓના ત્રાસનો ઉલ્લેખ કરાયો હતો. આ ચિઠ્ઠી ગીતાબેને પોલીસ સમક્ષ રજૂ કરતાં તેના આધારે તમામ સામે તેજસભાઇને ઉઘરાણી માટે ફોન કરી ધમકી દઇ મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્‍યો છે. પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ એસ. એચ. ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?