- ટ્યુશન જવા નીકળ્યા બાદ બંને વિદ્યાર્થી થયા ગુમ
- બે વિદ્યાર્થી પૈકી એકની બેગમાંથી ચિઠ્ઠી મળી
- ચિઠ્ઠીમાં વિદ્યાર્થીએ ઘર છોડવાની વાત લખી
વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતમાં ધોરણ 9માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થી ભેદી રીતે ગુમ થયા છે. તેમાં ટ્યુશન જવા નીકળ્યા બાદ બંને વિદ્યાર્થી ગુમ થયા છે. તેમજ ચોકાવનારી બાબત એ છે કે બે વિદ્યાર્થી પૈકી એકની બેગમાંથી ચિઠ્ઠી મળી આવી છે.
ચિઠ્ઠીમાં વિદ્યાર્થીએ ઘર છોડવાની વાત લખી
ચિઠ્ઠીમાં વિદ્યાર્થીએ ઘર છોડવાની વાત લખી છે. તેમાં લખ્યુ છે કે હું સફળ થવા માટે ઘરેથી જાઉં છુ. દસવર્ષ બાદ પરત આવીશ મને શોધતા નહીં. બંને મિત્રો અડાજણની સ્કૂલના વિદ્યાર્થી છે. બંને વિદ્યાર્થી સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેઠા હતા. તેમજ બંને વિદ્યાર્થી ટ્રેનમાં બેસી અંકલેશ્વર સ્ટેશન ઉતર્યા હતા. જેમાં બંને વિદ્યાર્થીઓ હાલ ભરૂચમાં હોવાની આશંકા છે. તેથી પાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
માતા-પિતા સહિતના પરિજનોએ શોધખોળ શરૂ કરી
શહેરના પાલ વિસ્તારમાં રહેતો 14 વર્ષીય પિયુષ (નામ બદલ્યું છે) રાબેતા મુજબ અડાજણ વિસ્તારની સ્કૂલે ગયો હતો. જયાંથી બપોરે ઘરે આવ્યા હતા બાદ રાજન રાબેતા મુજબ પાલ વિસ્તારમાં ટ્યુશને ગયો હતો પરંતુ ત્યાંથી સમયસર પરત આવ્યો ન હતો. જેથી તેના માતા-પિતા સહિતના પરિજનોએ શોધખોળ શરૂ કરી હતી અને ટ્યુશન ક્લાસીસ ખાતે પણ તપાસ કરી હતી. પરંતુ રાજનની ટ્યુશનમાં ગેરહાજરી હતી અને તેની સાથે જ અભ્યાસ કરતો 14 વર્ષીય પંકજ (નામ બદલ્યું છે) પણ ગેરહાજર હતો. જેથી માતા-પિતાએ મિત્રના ઘરે તપાસ કરી હતી. પંકજ પણ ઘરેથી ટ્યુશન જવાનું કહીને નીકળ્યો હતો પરંતુ તેની પણ ટ્યુશનમાં ગેરહાજરી હોવાથી બંનેના પરિજનોએ તેમના અન્ય મિત્રો તથા સગાસંબંધીને ત્યાં શોધખોળ કરી હતી પરંતુ પત્તો મળ્યો ન હતો.
સોસાયટીના સીસીટીવી કેમેરામાં કયાંક જતા હોય તેવું નજરે પડતા
જો કે બંને મિત્ર તેઓ જયાં ટ્યુશન જાય છે ત્યાંની સોસાયટીના સીસીટીવી કેમેરામાં કયાંક જતા હોય તેવું નજરે પડતા તુરંત જ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરવાની સાથે રાંદેર અને પાલ પોલીસને જાણ કરી હતી. જે પૈકી બંને જણા પાલ વિસ્તારના ટ્યુશન ક્લાસીસ નજીકના સીસીટીવીમાં નજરે પડતા હોવાથી પાલ પોલીસે અપહરણની આશંકા વ્યકત કરતી ફરિયાદ નોંધી બે અલગ-અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે. પિયુષના ઘરેથી તેની બેગમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું કે હું સફળ થવા માટે જાઉં છું અને હું દસ વર્ષ બાદ પરત આવીશ, મને શોધતા નહીં. જેથી પરિજનો ચોંકી ગયા હતા. અને શોધ શરૂ કરૂ હતી.


