- રિક્ષા, ઈકો અને વાન મળીને અંદાજે 15 હજાર વાહનો સ્કૂલ વર્ધીમાં દોડે છે
- વાહનવ્યવહાર વિભાગના અધિકારીઓએ કહ્યું કે, બાળકોના હિતમાં નિયમો તૈયાર કરાય
- નવા નિયમોનું પાલન કરનારને જ પરમિટ રિન્યૂ કરી અપાશે
વાહનવ્યવહાર વિભાગના નવા નિયમોથી છેલ્લા આઠ મહિનાથી સ્કૂલવર્ધીના અમદાવાદમાં સ્કૂલ રિક્ષા, ઇકો, વાહન મળી 15 હજાર વાહનો સહિત રાજ્યના અંદાજે 80 હજાર વાહનોને પરમિટ મેળવવામાં મુશ્કેલી પડતી હોવાનો સ્કૂલ વર્ધી વાહનમાલિકો આક્ષેપ કરી રહ્યા છે. રોષ ઠાલવતા સ્કૂલવર્ધી વાહન માલિકોએે કહ્યું કે, નવા નિયમોનું કોઇ પણ સંજોગોમાં સંપૂર્ણ પાલન થઇ શકે નહીં. એટલે જ એફિડેવિટ આપવી મુશ્કેલ છે, જેના લીધે સ્કૂલ વર્ધીના વાહનોને પરમિટ મળતી નથી. આ અંગે ગાંધીનગર સુધી રજૂઆત કરી હોવા છતાં હજી સુધી નિરાકરણ આવ્યું નથી. નવા નિયમોની યાદીમાં વાહન પ્રતિ કલાક 20 કિમીની સ્પીડ ચલાવવાનો નિયમ સૌથી અઘરો છે. જે કોઈ પણ સંજોગોમાં પાલન કરી શકાય તેમ નથી. આવા મનઘડત નિયમોથી ધંધા-રોજગાર બંધ કરવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. સ્કૂલ બસ માટેના નિયમનું પાલન કરવાની એફિડેવિટ આપનાર સ્કૂલને જ પરમિટ ઇસ્યૂ કરાય છે. વાહનવ્યવહાર વિભાગના અધિકારીઓએ કહ્યું કે, બાળકોના હિતમાં નિયમો તૈયાર કરાય છે. નવા નિયમોનું પાલન કરનારને જ પરમિટ રિન્યૂ કરી અપાશે.
આ ગુનામાં ત્વરિત કાર્યવાહી કરાશે
પરવાનગી કરતા વધારે બાળકો ભરવામાં, ખાનગી પાસિંગ ધરાવતા વાહનોમાં પરિવહન, અનધિકૃત ગેસનો ઉપયોગ, થર્ડ પાર્ટી વીમા વગર બાળકનું પરિવહન અને અધિકૃત લાઇસન્સ કે બેઝ વગર બાળકોના પરિવહન કરવાના ગુનામાં ત્વરિત કાર્યવાહી પણ કરાશે.
વાહનો માટેના મહત્ત્વના નિયમો
? વાહન કલાકમાં 20 કિમી કરતાં વધુ ઝડપે ચલાવી શકાશે નહીં ? 20 કિમીનું સ્પીડ ગવર્નર ? વાહનમાં જાળી-ઝાંપા ફરજિયાત ? ફાયર સેફ્ટીનાં સાધનો ફરજિયાત ? બારણા ગુણવત્તાવાળા તાળાઓથી બંધ કરવાના ? સ્કૂલ બેગ સલામત રાખવા જગ્યા ? ડ્રાઇવરની સીટ પર બાળકને બેસાડી શકાય નહીં ? ખાનગી વાહનોમાં બાળકોને લાવવા લઇ જનાર સામે વાહન ડિટેઇન સહિતની કાર્યવાહી ? ડ્રાઇવર સામે ટ્રાન્સપોર્ટ બેઝ ફરજિયાત ? વાહનમાં મોટા અક્ષરે સ્કૂલવર્ધી વાહન લખવું ફરજિયાત ? રિક્ષામાં ૬ પ્લસ 1 સુધીની બેઠક ક્ષમતા ? ઇકો-વાનમાં ડ્રાઇવર સિવાય 12 મુસાફરોની ક્ષમતા
સ્કૂલવર્ધીમાં દોડતી બસ માટે મહત્ત્વના નિયમો
સ્કૂલ બસમાં સ્પીડ ગવર્નર લગાવું ફરજિયાત, મર્યાદા 40 કિમી પ્રતિ કલાક ? ય્ઁજી સિસ્ટમ અને CCTVની વ્યવસ્થા ? દર વર્ષે ડ્રાઇવરની શારીરિક અને આંખોની ફરજિયાત તપાસ ? બાળકોનો વેલિડ વીમો
મને હજુ સુધી રજૂઆત મળી નથી : સુભાષબ્રિજ આરટીઓ
સ્કૂલવર્ધીના વાહનોને પરમિટ આપવાની પ્રક્રિયા અંગે હજુ સુધી મને કોઇ રજૂઆત મળી નથી. આમ છતાં આ અંગે તપાસ કરાવાશે.
ગાંધીનગર સુધી રજૂઆત કરાશેઃ સ્કૂલવર્ધી એસો. પ્રમુખ
અમદાવાદની ત્રણેય આરટીઓમાં સ્કૂલવર્ધીના વાહનોની પરમિટ મેળવી શકાતી નથી. નવા નિયમોનું પાલન કરવું અઘરું છે. જેથી નવા નિયમોનું પાલન કરવા સાથેની એફિડેવિટ નહીં આપનાર વાહનોને નવી પરમિટ આપતા નથી અને જૂની પરમિટ રિન્યૂ કરતા નથી. આ અંગે સુભાષબ્રિજ આરટીઓથી લઈ ગાંધીનગર સુધી રજૂઆત કરાશે.


