- એશિયા પેસિફિકના પ્રમુખ અલહસન અલ્દાબાગે કરી જાહેરાત
- તેલ પરની નિર્ભરતા ઓછી કરીને પ્રવાસન પર UAEનું ફોકસ
- સાઉદી એરલાઇન્સ દ્વારા મુસાફરી કરતાં લોકોને 90 દિવસના મફત વિઝા
છેલ્લા કેટલાક સમયથી ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત બન્યા છે. હાલમાં, યુનાઈટેડ આરબ અમીરાતની જેમ ખાડી દેશ તેલ પરની નિર્ભરતા ઓછી કરીને અન્ય ક્ષેત્રોમાં આવક ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ જ કારણ છે કે તેઓ પોતાની ધરતી પર પર્યટન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.
સાઉદી અરેબિયા સારી રીતે જાણે છે કે પ્રવાસનની દ્રષ્ટિએ ભારતના નાગરિકો તેના માટે કેટલા મહત્વના છે. આ જ કારણ છે કે સાઉદી અરેબિયા ભારતીય નાગરિકોને 96 કલાકના ફ્રી વિઝા ઓફર કરી રહ્યું છે. આ ઓફરને બંને દેશો વચ્ચે પ્રવાસની તકો વધારવાના એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.
એશિયા પેસિફિકના પ્રમુખ અલહસન અલ્દાબાગે કરી જાહેરાત
આ ઓફરની જાહેરાત તાજેતરમાં જ સાઉદી ટુરિઝમ ઓથોરિટીના એશિયા પેસિફિક ચેરમેન અલહસન અલ્દાબાગ દ્વારા એક ચર્ચા દરમિયાન કરવામાં આવી હતી. અલ્દાબાગનું આ પગલું સાઉદી અરેબિયાના વિકસતા પ્રવાસન ક્ષેત્રમાં ભારતની મહત્વની ભૂમિકા દર્શાવે છે.
ભારતમાં 10 VFS ઓફિસો કાર્યરત
પ્રવાસીઓ માટે હાલના સમયમાં ભારતમાં 10 VFS ઓફિસો કાર્યરત છે. આગામી વર્ષમાં તેના વિસ્તરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલની મુખ્ય વિશેષતાઓમાંની એક સ્ટોપઓવર પ્રોગ્રામની શરૂઆત છે.
96 કલાક મફત વિઝા
આ પ્રોગ્રામ હેઠળ, સાઉદી એરલાઇન્સ અથવા ખાનગી સાઉદી ઓછી કિંમતની એરલાઇન ફ્લિનાસ દ્વારા મુસાફરી કરતાં લોકોને 96 કલાકના મફત વિઝા આપવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, UK, US Schengen વિઝા ધરાવતા પ્રવાસીઓ ઈ-વિઝા અથવા વિઝા ઓન અરાઈવલ માટે પાત્ર છે.


