- 7 માર્ચે ‘વિકસિત ભારત વિકસિત જમ્મુ અને કાશ્મીર’ કાર્યક્રમનું આયોજન
- PMએ ટ્વિટ કરીને કહ્યું, “વિવિધ વિકાસ કાર્યોમાં PM ઉપસ્થિત રહેશે”
- રૂ. 5,000 કરોડના ‘એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ રાષ્ટ્રને સમર્પિત કરશે
7 માર્ચે ‘વિકસિત ભારત વિકસિત જમ્મુ અને કાશ્મીર’ કાર્યક્રમમાં PM મોદી હાજરી આપશે, PM મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી છે. જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ વિકાસ કાર્યો પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.
શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ ખાતે એક કાર્યક્રમમાં PM મોદી જમ્મુ અને કાશ્મીરમાં કૃષિ અર્થતંત્રને વેગ આપવા માટે આશરે રૂ. 5,000 કરોડના એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ રાષ્ટ્રને સમર્પિત કરશે. PM મોદીએ ટ્વિટ દ્વારા જાણકારી આપી હતી કે, હું 7મી માર્ચે શ્રીનગરમાં ‘વિક્ષિત ભારત, વિક્ષિત જમ્મુ કાશ્મીર’ કાર્યક્રમમાં ભાગ લેવા આવીશ. વિવિધ વિકાસ કાર્યો પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. કૃષિ-અર્થતંત્રને વેગ આપવા સંબંધિત 5000 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોને વેગ મળશે.
PMએ જણાવ્યું હતું કે, તેઓ સ્વદેશ દર્શન અને પ્રસાદ યોજના હેઠળ રૂ. 1,400 કરોડથી વધુની કિંમતના પ્રવાસન ક્ષેત્ર સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આમાં ‘હઝરતબલ તીર્થધામનો સંકલિત વિકાસ’ પણ સામેલ છે.
પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે વડાપ્રધાન પ્રવાસન ક્ષેત્રના 52 પ્રોજેક્ટ્સ પણ લોન્ચ કરશે. નિવેદન અનુસાર, વડાપ્રધાન ‘દેખો અપના દેશ પીપલ્સ ચોઈસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પોલ’ અને ‘ચલો ઈન્ડિયા ગ્લોબલ ડાયસ્પોરા કેમ્પેઈન’ પણ લોન્ચ કરશે.
PMOએ કહ્યું કે, તે ચેલેન્જ બેઝ્ડ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ (CBDD) યોજના હેઠળ પસંદ કરાયેલા પ્રવાસન સ્થળોની પણ જાહેરાત કરશે. આ ઉપરાંત વડાપ્રધાન જમ્મુ અને કાશ્મીરના લગભગ 1,000 યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે અને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. આ લાભાર્થીઓમાં મહિલા સિદ્ધિઓ, લખપતિ દીદી, ખેડૂતો, ઉદ્યોગસાહસિકો વગેરેનો સમાવેશ થાય છે.


