- મુંબઈ બાદ દિલ્હી NCR વિસ્તારોમાં CNGના ભાવમાં ઘટાડો
- 7 માર્ચ, 2024થી દિલ્હીમાં CNGની કિંમતમાં રુ. 2.50 ઘટાડો
- દિલ્હીમાં પહેલાં CNG 76.59 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો
દિલ્હી NCR વિસ્તારોમાં CNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હી ઉપરાંત નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, રેવાડી, કરનાલ અને કૈથલમાં પણ CNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હી અને આસપાસના શહેરોમાં CNG 2.5 રૂપિયા સસ્તો થયો છે. આવતીકાલે સવારે 6 વાગ્યાથી નવા દરો લાગુ થશે.
7 માર્ચ, 2024થી દિલ્હીમાં CNGની કિંમતમાં 2.50 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો
દિલ્હી NCRના લોકો માટે સારા સમાચાર છે. તેમને મોંઘા સીએનજીમાંથી રાહત મળવા જઈ રહી છે. 7 માર્ચ, 2024થી દિલ્હીમાં CNGની કિંમતમાં 2.50 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ CNGના ભાવમાં 2.50 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો કરવામાં આવ્યો છે.
સીએનજી 2.50 રૂપિયા પ્રતિ કિલો સસ્તો થયો
દિલ્હી એનસીઆરમાં સિટી ગેસ કંપની ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે સીએનજીની કિંમતોની સમીક્ષા કરી છે અને સીએનજીના ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં પહેલા CNG 76.59 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતું, હવે તે 74.09 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે. નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં પહેલા CNG 81.20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતું, જે હવે 78.70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે.
દિલ્હીથી કરનાલ સુધીના નવા સીએનજી દર:
• હવે દિલ્હીમાં એક કિલો સીએનજીની કિંમત 74.09 રૂપિયા છે. પહેલા તે 76.59 રૂપિયા હતો.
નોઈડામાં એક કિલો સીએનજીની કિંમત હવે 78.70 રૂપિયા છે. પહેલા તે 81.20 રૂપિયા હતો.
• ગુરુગ્રામમાં એક કિલો સીએનજીની કિંમત હવે 80.12 રૂપિયા છે. પહેલા તે 82.62 રૂપિયા હતો.
રેવાડીમાં એક કિલો સીએનજીની કિંમત હવે 78.70 રૂપિયા છે. પહેલા તે 81.20 રૂપિયા હતો.
• કરનાલમાં એક કિલો સીએનજીની કિંમત હવે 80.43 રૂપિયા છે. પહેલા તે 81.93 રૂપિયા હતો.
મુંબઈ બાદ દિલ્હી NCR વિસ્તારોમાં CNGના ભાવમાં ઘટાડો
મુંબઈ બાદ દિલ્હી NCR વિસ્તારોમાં CNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હી ઉપરાંત નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, રેવાડી, કરનાલ અને કૈથલમાં પણ CNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હી અને આસપાસના શહેરોમાં CNG 2.5 રૂપિયા સસ્તો થયો છે. આવતીકાલે સવારે 6 વાગ્યાથી નવા દરો લાગુ થશે.
પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં બચત થશે
કંપની દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે CNGની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકો પેટ્રોલ અને ડીઝલ ખરીદવાની સરખામણીમાં કેટલી બચત કરશે. કંપનીએ જણાવ્યું હતું કે, મુંબઈવાસીઓ પેટ્રોલની સરખામણીમાં 53 ટકા અને ડીઝલની સરખામણીમાં 22 ટકા બચત કરશે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે આનાથી કુદરતી ગેસનો વપરાશ વધારવામાં મદદ મળશે અને લોકો વધુને વધુ સીએનજીનો ઉપયોગ કરી શકશે.


