- બંગાળમાં ટીએમસીને ફટકો
- તાપસ રોયે કર્યા કેસરિયા
- 4 માર્ચે ટીએમસીમાંથી આપ્યુ હતું રાજીનામુ
લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે પશ્ચિમ બંગાળના ટીએમસીને એક મોટો ફટકો પડ્યો છે. ધારાસભ્ય તાપસ રોય ભાજપમાં જોડાયા છે. શુભેન્દુ અધિકારી અને સુકાંત મજમુદારની આગેવાની હેઠળ તેઓ ભાજપમાં જોડાયા છે.
4 માર્ચે આપ્યું હતું રાજીનામુ
મહત્વનું છેકે તાપસ રૉયે 4 માર્ચના રોજ ટીએમસીમાંથી રાજીનામુ આપ્યું હતું. જીનામુ આપતા પહેલા તેમણે સંદેશખાલી મામલે ઉકેલની કામગીરીને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. તે દરમિયાન જ તેમણે લોકસભાની ચૂંટણી પહેલા પાર્ટી છોડવાના સંકેતો આપી દીધા હતા.
આજથી હું ભાજપનો પરિવાર- તાપસ રૉય
ભાજપમાં સામેલ થતા તેમણે કહ્યું કે હું આજે ભાજપ પરિવાર અને પીએમ મોદીના પરિવારનો સભ્ય છું. જેટલા દિવસ હું રાજનીતિમાં છું હું આ પરિવારમાં મારુ તમામ દાયિત્વ પૂર્ણ કરીશ.
તાપસ રોય પાર્ટીથી નારાજ હતા
વિધાનસભામાં ટીએમસીના ડેપ્યુટી ચીફ વ્હીપે પણ પાર્ટીની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ જાન્યુઆરીમાં તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા ત્યારે પાર્ટી તેમની સાથે ન હતી. તાપસ રોયે કહ્યું, “હું પાર્ટીના કામકાજથી નિરાશ છું. પાર્ટી અને સરકાર પર લાગેલા ઘણા ભ્રષ્ટાચારના આરોપોથી હું કંટાળી ગયો હતો. આ ઉપરાંત સંદેશખાલીના મુદ્દાને જે રીતે હેન્ડલ કરવામાં આવ્યો હતો તેનું હું સમર્થન કરતો નથી.”


