- સંદેશખાલી કેસ સીબીઆઇને સોંપવા મામલે પ્રહાર
- કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું બહુ શરમની વાત
- સાંજે 4.15 સુધીમાં સીબીઆઇને સોંપવાનો કર્યો છે આદેશ
પશ્ચિમ બંગાળના સંદેશખાલી કેસ મામલે સીબીઆઇ તપાસનો આદેશ હોવા છતાં બંગાળ પોલીસ આ કેસ સીબીઆઇને સોંપી નથી રહી. જે મામલે કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા હરદીપસિંહ પુરીએ મમતા સરકાર પર નિશાનો સાધ્યો છે.
પ.બંગાળમાં કાયદો-વ્યવસ્થા ધ્વસ્ત- હરદીપસિંહ પુરી
હરદીપસિંહ પુરીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યુ કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ ધ્વસ્ત થઇ ગઇ છે. તેમણે કહ્યું કે આ બહુ જ શરમની વાત છે. રાજ્યની પોલીસ પક્ષપાતપૂર્ણ છે. તે સીબીઆઇને કેસ સોંપી નથી રહી. મે આવુ પહેલીવાર જોયુ કે રાજ્ય સરકાર આ આદેશ વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી રહી હોય. કાયદો વ્યવસ્થા ખરાબ થઇ ગઇ છે. આ બહુ શરમની વાત છે કે રાજ્ય સરકાર આવી ઘટનાઓ થવા દે છે અને 55 દિવસ પછી પણ આરોપીને પકડી શકતી નથી. તેઓ હજી પણ આરોપીને સોંપી નથી રહ્યા અને કહી રહ્યા છે કે તપાસ સીબીઆઇમાં ન થવી જોઇએ.
4.15 સુધીમાં સીબીઆઇને સોંપવા કર્યો છે આદેશ
મહત્વનું છે કે મમતા બેનર્જી સરકારને સંદેશખાલી અને શેખ શાહજહાંના મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી પણ તાત્કાલિક રાહત મળી ન હતી. મમતા સરકારે આ મામલે તાત્કાલિક સુનાવણી માટે કોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ કોર્ટે આ વાતનો ઈનકાર કરી દીધો હતો. જે બાદ કોલકાતા હાઇકોર્ટે મમતા સરકારને આજે સાંજે 4.15 વાગ્યા સુધીમાં શાહજહાં શેખને સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો કર્યો છે.
શું છે મામલો ?
સંદેશખાલી કેસના આરોપી TMC નેતા શેખ શાહજહાંની પશ્ચિમ બંગાળ પોલીસે ધરપકડ કરી હતી.. પોલીસે ગુરુવારે (29 ફેબ્રુઆરી) સવારે મીનાખાન વિસ્તારમાંથી તેની ધરપકડ કરી હતી. શાહજહાં શેખ ED ટીમ પર હુમલા બાદ 55 દિવસથી ફરાર હતો. પોલીસ તેના ઘણા સહયોગીઓની ધરપકડ કરી ચૂકી છે. પશ્ચિમ બંગાળ પોલીસે ઉત્તર 24 પરગણાના મીનાખાન વિસ્તારમાંથી શાહજહાં શેખની ધરપકડ કરી છે. ધરપકડ કર્યા બાદ તેને પહેલા ગુરુવારે સવારે બસીરહાટ સબ-ડિવિઝનલ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો.
શાહજહાં શેખ 9મી ફેબ્રુઆરીએ ફરી વિવાદમાં
8 ફેબ્રુઆરીથી સ્થાનિક મહિલાઓએ શાહજહાં શેખ અને તેના સમર્થકો વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. મહિલાઓનો આરોપ લગાવ્યો હતો કે શાહજહાં શેખ અને તેના માણસો પણ મહિલાઓનું યૌન શોષણ કરે છે.


