- ATSએ ત્રણ આરોપીની કરી ધરપકડ
- ડ્રગ્સ મોકલનાર અને સપ્લાયર પકડાયા
- મુર્તુઝાના ડ્રગ્સ રેકેટ સાથે સંકળાયેલ મુખ્ય આરોપી
ગુજરાત ATSએ વેરાવળ ખાતે પકડાયેલ 350 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો કર્યો છે,ATSએ વેરાવળ દરિયાકિનારે ડ્રગ્સ ઉતારી દિલ્હી મોકલનાર સપ્લાયરને ઝડપ્યો છે,ગઈકાલે ATSએ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે,વેરાવળમાંથી ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂપિયા 350 કરોડના 50 કિલો સિલબંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઓપરેશન અંતર્ગત ત્રણ મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધડપકડ કરવામાં આવી ચૂકી છે.
કોને પહોંચાડવાનું હતું ડ્રગ્સ
પોલીસ વિવિધ ટીમો બનાવીને આ ડ્રગ્સ કેસની સંપૂર્ણ માહિતી આરોપીઓ પાસેથી મેળવી હતી,આ ડ્રગ્સને વેરાવળથી દિલ્હી સુધી પહોંચાડવાનું હતુ,પણ મહત્વની વાત એ છે કે આ ડ્રગ્સ દિલ્લી સુધી પહોચીં શકયું નથી અને વેરાવળ ખાતે ઝડપાઈ ગયું.પોલીસે આરોપીઓની કરેલી પૂછપરછમાં એવી વિગતો બહાર આવી હતી કે ડ્રગ્સનો જથ્થો અરબાઝ નામના માફિયાએ ઓમાન બંદરથી ચડાવ્યો હતો.વેરાવળના ડ્રગ્સકેસમાં ઈશાક ઉર્ફે મામો સાઉથ આફ્રિકામાં બેઠો-બેઠો સૂચના આપતો હતો.
બે વર્ષમાં 5338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું, જેમાં દ્રારકામાંથી રૂપિયા 1 લાખ 76 હજારનું MD ડ્રગ્સ ઝડપાયું, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના સવાલ પર ગૃહરાજ્ય મંત્રીનો જવાબ.વર્ષ 2022-23માં NDPSના 512 કેસ નોંધાયા છે.


