- PG માટે મકાનો આપતા સોસાયટીના સ્થાનિકો પરેશાન
- PG હટાવો સોસાયટી બચાવોના લાગ્યા બેનર
- સોસાયટીમાં 25થી વધુ PG મકાનો
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી જયઅંબે નગર સોસાયટીના સ્થાનિકો હેરાન થઈ રહ્યાં છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે સોસાયટીમાં 25 કરતા વધુ મકાનો PG (PAYING GUEST) ને આપવામાં આવ્યા છે,તો PGમાં રહેતા છોકરા-છોકરીઓ સોસાયટીમાં મનફાવે તેવુ વર્તન કરે છે,સાથે સાથે દૂષણ પણ ફેલાઈ રહ્યાં છે તે વાતને લઈ સોસાયટીના સ્થાનિકોએ આજે બેનરો લગાવી વિરોધ કર્યો હતો,સ્થાનિકોનું કહેવું છે કે,મકાન માલિકો વધુ ભાડા કમાવવાની લ્હાયમાં સોસાયટીને જાણ કર્યા વગર PG માટે મકાન આપી દે છે.
સોસાયટી બચાવો
થલતેજનના જયઅંબે નગર સોસાયટીના સ્થાનિકો PGને લઈ લડી લેવાનાં મૂડમાં છે,સ્થાનિકોના કહેવા મુજબ વાત કરવામાં આવે તો,સોસાયટીમાં કુલ 100 મકાનો છે તેમાંથી 25 મકાનોનો PG તરીકે ઉપયોગ કરવામાં આવે છે.PGના મકાનોમાં એકલી છોકરી અથવા એકલા છોકરા સમૂહમાં રહેતા હોય છે,અમદાવાદની મોટા ભાગની સોસાયટીઓમાં PGને લઈ નિયમો બનેલા હોય છે,પણ આ જયઅંબે નગર સોસાયટીના સ્થાનિકોએ કોઈ નિયમ બનાવ્યા ના હોય તેવું લાગી રહ્યું છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે,સોસાયટીના નિયમો મુજબ PGના લોકો રહેતા નથી અને સોસાયટીમાં દૂષણ ફેલાઈ રહ્યાં છે.તો બીજી તરફ સોસાયટીના ચેરમેન દ્વારા મકાન માલિકોને નોટિસ આપવા છતાં ઉકેલ ન આવતા રહીશો લડી લેવાના મૂડમાં છે.
અગાઉ પણ એક સોસાયટીમાં લાગ્યાં હતા બેનર
અમદાવાદના પોશ વિસ્તાર એવા સેટેલાઈટમાં પણ આ જ રીતે સ્થાનિકોએ PGને લઈ વિરોધ કર્યો હતો,શિવરંજની સોસાયટીમાં રહેતા સ્થાનિકો અને PGમાં રહેતી છોકરીઓ વચ્ચે ઘર્ષણ થયું હતુ.તેમાં સ્થાનિકોનો આક્ષેપ હતો કે છોકરીઓ ટૂંકા કપડા પહેરીને સોસાયટીમાં ફરે છે,જેને લઈ ઘર્ષણ થયું હતુ,અને સમગ્ર મામલો સેટેલાઈટ પોલીસ સ્ટેશન પહોચ્યોં હતો.


