- GNLU થી GIFT CITY વચ્ચે પ્રથમ મેટ્રો ટ્રેન ટ્રાયલ થઈ
- ફેઝ-2નું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે
- મોદી સ્ટેડિયમથી મહાત્મા મંદિર તથા ગિફ્ટ સિટી લિંક થશે
છેલ્લા ઘણાં સમયથી ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન અંગે રાહ જોવામાં આવી રહી હતી. આ વચ્ચે આજે GNLU અને GIFT CITY વચ્ચે આજે પ્રથમ મેટ્રો ટ્રેન ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સેક્ટર વન ગાંધીનગર વચ્ચે માર્ચના અંત સુધી ટ્રેન ટ્રાયલ ચાલુ થઇ જશે.
આ અંગે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આગામી માર્ચ મહિનામાં મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન આગામી માર્ચ-એપ્રિલ મહિનામાં કરવામાં આવશે એવી જાહેરાત કરી છે. મેટ્રો રેલના ફેઝ-ટુ અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે. જેના ભાગરૂપે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે.
અમદાવાદ-ગાંધીનગર ફેઝ-2 ના પ્રોજેકટમાં ટ્રાયલ રન ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડીયાથી તબક્કા વાર રીતે શરૂ કરવામાં આવ્યું છે, જેની શરુઆત GNLU અને સેક્ટર-1 વચ્ચે થઈ હતી. આ પ્રોજેક્ટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મહાત્મા મંદિર તથા ગિફ્ટ સિટી લિંક સુધીનો રહ્યો છે. આ ટ્રાયલ રન સફળ રહ્યા બાદ મે-જુન મહિનામાં ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે તેવું આયોજન છે.
બીજી તરફ મેટ્રો રેલના ફેઝ-2 હેઠળ સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાની યોજના છે. જેના ભાગરૂપે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 (મોટેરાથી ગાંધીનગર)નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.


